અ–વાચક !!

Posted by

– જુગલકીશોર

(મીશ્ર છંદ)

 

કાળું ડીબાંગ ત્યહીં આભનું પાટીયું, મહીં –

તેજે ભર્યા અકળ તારક–અક્ષરો ઘણા;

પેખું, પરંતુ નહીં એનું રહસ્ય ઉકલે –

ઉભો અવાચક બની રહું રે નીરક્ષર !

 

કોઈ અચાનક જરી પીઠ હાથ ફેરવે –

અગમ્ય એ તારકઅક્ષરો તણી

રહસ્ય–ભાષા સમજાવવા મથે.

 

ઉંચા સ્વરે દસદીશેથી સુણાય શબ્દ –

શબ્દાર્થ તોય સમજાય નહીં કશોય;

ઉંડાણથી ક્યહીંક કોઈ ધ્વની અચીંતો

સુણાય, ને પ્રગટ તુર્ત જ અર્થ શબ્દનો !

પામી રહું શબદ–અક્ષરનાં રહસ્યો !!

 

અનંત, ઉંડાણભર્યાં અ–શબ્દનું

રહસ્ય પામી શકું ના; ની:શબ્દ હું !

 

 

 

 

 

 

 

 

 

 

3 comments

 1. શૂન્ય શબ્દ ના શિખર ઉપર થી
  અગમ અગોચર નામ પડ્યું
  – મીરા બાઈ

 2. અનંત, ઉંડાણભર્યાં અ–શબ્દનું
  રહસ્ય પામી શકું ના; ની:શબ્દ હું !
  નાદની અનુભવવાની વાત…

 3. શબ્દાર્થ તોય સમજાય નહીં કશોય;

  “ઉંડાણથી ક્યહીંક કોઈ ધ્વની અચીંતો
  સુણાય, ને પ્રગટ તુર્ત જ અર્થ શબ્દનો !”
  અંતર ઉજાસ થતાં અર્થ સમજાય તે જ ખરું જ્ઞાન. મનનીય રચના.
  સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *