‘આતંકવાદ’નો સાદ !

Posted by

ફુંકાઈ ચુક્યો વીશ્વમાં શો વાયરો –
અસહાય પર તુટી પડે આ કાયરો !

*****

અનંત–ફેણી નાગ આ ફુત્કાર કરતા;
બેઠેલ નેવે કાગ સહુ ચીત્કાર કરતા –
આવી રહેલા કાળના આગમન તણો
સંદેશ જાણે આપીને અવઘોષ કરતા !!

*****

કાળોતરો આ નાગ શો આતંકનો !
દૈ ડંખ, કરતો અંત કેવળ રંકનો…..
જે સજ્જ, સુરક્ષિત અને સંપન્ન* – તેને
કોઈ ભય ના નાગનો કે ડંખનો !!

* મહાસત્તાઓ

*****

ના હિન્દુ ને મુસ્લીમ તણી આ વાત છે,
આ તો બધી “વૈષ્વિક ટણી”ની લાત છે;
જેને નથી રસ કોઈ હિંસાવાદમાં –
એ નિર્દોષોના લોહી પીવાની બધી દરખાસ્ત છે !

*****

પુછો, પુછો, એ દ્રૌપદીના ચીરની શી વાત હતી ?
પુછો, બધાં યુદ્ધો થયાં જે, ત્યાં ભલા શું વાત હતી ?
શાંતિ કેરી વાત આવી આવીને પયગંબરો તો કહી ગયા –
સૌ આપણે* જે “રમત”માં મશગુલ છીએ, ક્યમ વાત એની ના થતી ?!!

* અજાગ્રત, આપણે સૌકોઈ.

તા. ૧૧/૦૭/૧૭ (સવાર, ૮.૨૮થી ૮.૫૦)

3 comments

 1. આક્રોશનો જવાળામૂખી વાતાવરણની સ રસ અભિવ્યક્તી
  પુછો, પુછો, એ દ્રૌપદીના ચીરની શી વાત હતી ?
  પુછો, બધાં યુદ્ધો થયાં જે, ત્યાં ભલા શું વાત હતી ?
  શાંતિ કેરી વાત આવી આવીને પયગંબરો તો કહી ગયા –
  સૌ આપણે* જે “રમત”માં મશગુલ છીએ, ક્યમ વાત એની ના થતી ?!!

  * અજાગ્રત, આપણે સૌકોઈ.,,,,,

 2. આતંક થકી
  ફફડી રહ્યું વિશ્વ
  સમગ્ર આજે
  —-
  ઉપાય કોઈ
  દેખાય ના ,આતંક
  નાથવા માટે .
  —-
  ગાંધીજી આજે
  આતંક આ જોઇને
  સ્વર્ગે રડે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *