વતનનો ઝુરાપો !!

Posted by

(સૉનેટ : છંદ પૃથ્વી)

 

હજીય ફરક્યાં કરે સ્મરણ કેટલાં પાંપણે,

અનુરણન કર્ણને સતત રાખતાં જાગૃત;

ત્વચાય અનુકંપનો અનુભવે શી રુંવેરુંવે !

સુગંધ તવ સ્નેહની થકી બની રહું આવૃત.

 

ગયાં વરસના બધા અનુભવોતણે તાંતણે

રહ્યું છ અટકી બધું; સતત રાખતું ઝંકૃત.

અહો, જરીક જેટલી ચકમકેય તે આપણે

કશા નીકટતાતણા અવસરો હતા ઉજવ્યા !

 

કદીક વળી ઉજવી સહજ ઉગતી ઉગ્રતા…

(ધીખ્યાં હૃદય તોય શું ધડક કાંઈ છાની રહે ?!)

વટાવી જઈ સાત સાગર વસું ભલે ને અહીં,

બધો સમય તો રહ્યો ધબકતો ભુમીમાં ત્યંહીં.

 

હવે બસ, થયું બહુ; અવ અસહ્ય આ દુરતા;

ક્ષણે ક્ષણ  હવે સહે હૃદય આ; કશી  ક્રુરતા !

 

– જુગલકીશોર

6 comments

 1. હવે બસ, થયું બહુ; અવ અસહ્ય આ દુરતા;
  ક્ષણે ક્ષણ હવે સહે હૃદય આ; કશી ક્રુરતા !

  અમારા અનુભવની વાત

 2. વટાવી જઈ સાત સાગર વસું ભલે ને અહીં,

  બધો સમય તો રહ્યો ધબકતો ભુમીમાં ત્યંહીં.

  વિદેશ વસતા મોટી ઉમરના માણસોના મનની વાત

 3. વતનની ધરતી માટેનો તલસાટ વ્યક્ત કરતાં મૂળ અમદાવાદના વતની ગઝલકાર આદિલજીએ લખ્યું:

  વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,

  અરે આ ધૂળ, પછી ઉમ્રભર મળે ન મળે .

  કાલે પાછા ચાલ્યા જાશું ,નક્કી કાલે પાછા,

  કાલે કાલે કરતાં કરતાં જર્શીમાં વર્ષો કાઢ્યાં.

  આદિલને મળવું હોય તો મુશ્કિલ નથી કે એ

  જર્શીમાં જો ન હોય તો સરખેજ હોય છે.

  મૃત્યુ પણ આદિલ અચાનક આવશે

  જન્મવું પણ જ્યારે અણધાર્યું હતું. ——-આદિલ મન્સૂરી

 4. “હવે બસ, થયું બહુ; અવ અસહ્ય આ દુરતા;
  ક્ષણે ક્ષણ  હવે સહે હૃદય આ; કશી  ક્રુરતા ”
  સૌ વિદેશ વતનીની હૈયાવાત.

 5. અપિ સ્વર્ણમયી લંકા, ન મેં લક્ષ્મણ રોચતે;
  જનની જન્મ ભૂમિહી ચ સ્વર્ગાદપિ ગરિયસી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *