મારા બે દુહા !

Posted by

સરવર કાદવને કહે, હું તારા થકી કુરુપ;

કમળ ખીલવી કાદવે, સરવર કીધું ચુપ !

 

દીવાસળી દીવો કરે, કરે જાતને ખાક;

બીડી દીવો હોલવે, કરે મસાણે રાખ !!

– જુગલકીશોર 

7 comments

 1. અમારા દાદાજી ગાતા
  કાદવ કેરાં કુંભ કોડિયાં, કડૈયાં ને કોઠી જી;
  છાલાં ને પિયાલાં રૂડાં, લોટા અને વળી લોટી જી… ૧
  મહોલ માળિયાં ભાત ભાતનાં, મેડીઓ બનાવી જી;
  ઘટપટાદિક અનેક રચના, માટીની રચાવી જી… ૨
  વસ્તુતાએ ધૂળતણું તે, ધૂળ ભેગું થાશે જી;
  કાચી કાયા જૂઠી માયા, જોતાં જોતાં જાશે જી… ૩
  સત્વર થઈને હરિ ભજી લ્યો, જન્મારો વહી જાશે જી;
  બળતામાંથી બૂકી લેવું, કહ્યું છે નારણદાસે જી… ૪
  “તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!” મજાની અને લાંબી રદ્દીફમાં કહેવાયેલી મજાની ગઝલ
  બગાસું ખાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
  હું ઊંઘી જાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!

  ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં
  ધુમાડો થાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!

  જતું જે અન્યના ઘર બાળવા માટે એ ટોળામાં
  હું યે જોડાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!

  થયો હું એટલો અઘરો કે ખુદને પણ ન સમજાઉં
  વધુ ગૂંચવાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!

  મરણ પાસે ઝૂકી પડવા મને છંછેડે પીડાઓ
  હું છંછેડાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!

  એ લોકો અર્થ સગપણનો સુદ્ધા વિસરી ગયેલા છે
  હું યે વટલાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!

  – રમેશ પારેખ

 2. लो मननी दिशाओ असंख्य ! क्यां क्यां लहेराय, जीव बचाड़ो हूँ करे? आनंद-मस्तीमाँ नहाय-गाय-लहेराय !

 3. कुछ ऐसा लिखनेका प्रयत्न किया था

  कबीरजी
  झीनी रे चदरिया——-
  ज्युं की त्युं धर दीनी——
  *****
  पमी
  चदरिया मैली रे कीनी
  दास ‘पमी’ने ऐसी ठानी धो के वापस दीनी
  चदरिया मैली रे कीनी

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *