‘સર્વાનાં પ્રીય અશોક’ મોઢવાડિયાને જન્મદીવસે કાવ્ય–ભેટ !!

Posted by

– જુગલકીશોર.

 

ત્યાં હોય ના શોક કશો– અશોક જ્યાં;

જ્યાં સ્નેહને રોક ન કો’– અશોક ત્યાં.

 

વ્યાપાર–વિદ્યા  સહુ   સાથ સાથ હો,

એ સ્થાન જો કોઈક હો, અશોક  ત્યાં.

 

જ્યાં  ગીરની ને  ગિરનારની બધી

વાતો તણું સ્થાનક હો, અશોક ત્યાં.

 

કો આંગણું બોગનબિલ્લીખિલ્લીને

હો ફાવતું–ભાવતું જો, અશોક ત્યાં.

બ્લૉગે લખી ‘વાચનયાતરા’ ભલે,

યાત્રા હવે લેખન ક્હો, અશોક, ત્યાં !

 

અમે, તમે, આપણ સૌ મળી કહો,

અ.મો. ! શતાયુ થઈ રહો, અ–શોક હ્યાં.

 

2 comments

 1. અમે – અમોને જન્મ દિનની વધામણી.
  તે જવાંમર્દ જાતિનો છે; પણ ફૂલથીય કોમળ છે. ધંધે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે; પણ વિદ્યાવ્યાસંગી પણ છે. ફરવાનો અને મહેમાનોને ફેરવવાનો અને જમવા / જમાડવાનો પણ શોખીન છે.

  એ ‘અમે’ પણ છે …. અને ‘અમો’ પણ છે!

  ઓળખી લીધો ને- એ ખૂંખાર મેરને?

  આ જોઈ જ લો ને…
  https://gadyasoor.wordpress.com/2013/01/03/amo/

 2. એક અશોક ઇતિહાસમાં અને એક અશોક વર્તમાનમાં. બન્ને અશોક એટલા જ પ્રખ્યાત.
  અભિનંદન અશોકભાઈ, જુનાગઢની કેશર કેરી બાકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *