“રાજવીઓને તો શોભે” –

Posted by

છાતી
કરતાં વધતું રહે પેટ,

ખાવાની,
– ના પચાવી શકવાની –
નિશાની.

વિશાળતા ખપે
હૃદયની સદા,
– ન પેટની કદા.

પેટ તો શોભે
ગણપતિને,
– ન ગાદીપતિને.

રાજવીઓને તો શોભે –
વચન પળાવતી જીભ;
બધે પહોંચી વળતા પગ;
સતત સહાયતત્પર હસ્ત;

ને

વિશેષ તો
નિષ્ઠા –
– સિંહાસને બેસાડનારાંઓની સેવાતણી.

છાતી તો
છે દેખાવ માત્ર –

નથી દેખાતું જે,

હૃદય તો
પડઘાશે લોકોની આંખોમાં –

લોકલક્ષી કર્મ જ
કાઢી આપે છે
છાતીનાં માપ.

– જુગલકીશોર

3 comments

 1. ‘આજે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ઘણા લોકો શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાય છે પરિણામે પેટ વધે છે કે આખું શરીર વધે છે. … જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હાર્ટ એટેક આવવાની અને હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શકયતાઓ વધતી જાય છે’ રોજ રોજ આવી ટોકથી કંટાળી જતાને આવી સ રસ કાવ્યાત્મક અભિવ્યક્તીથી સૂચન કરીએ તો વધુ અસરકારક રહે.
  ૩૫૦ વર્ષ પહેલા વૈદ્યરાજ લોલીંબરાજ, યાદ આવે તેમણે આ રીતે આયુર્વેદ અંગે લખ્યું હતુ
  ” હે પ્રિય રત્નકલા, નકોરડા ઉપવાસ એ તાવ માટેનું પ્રથમ ઔષધ છે. અને તાવ ઉતર્યા પછી પાચન ઔષધ દેવદાર, ધાણા,ભોયરીંગણી અને સૂંઠનો ક્વાથ ( ઉકાળો ). જીર્ણ જ્વર અને જુનામાં જુના તાવને પણ મટાડી દે છે.
  ” હે નાજુક મુખ વાળી અને અંજન પક્ષીનો પણ ગર્વ ઉતરી જાય તેવી આંખો વાળી રત્નકલા, સિંધવ અને મરી ભેળવેલું બીજોરાના ફળનું કેશર, પેટના વાયુ, કફ, અરૂચિ, કબજીયાત, મુખમાં પડતો શોષ અને જડતા મટાડે છે.
  ” મદભરી યુવતિઓના પણ મદ ઉતારનારી હે રત્નકલા, રક્તાતિસાર ( જુનો મરડો, ઝાડામાં વારંવાર લોહી પડતું હોય ) દાડમની છાલ અને કડા છાલના ક્વાથમાં મધ સાથે લેવું, તે ઉત્તમ ઔષધ છે. ”
  ” હે સુંદર મુખ વાળી રત્નકલા, જેને મહા પરાણે કઠણ ઝાડો ઉતરતો હોય તેવી કબજીયાત વાળાએ દુ:ખ નિવારણ માટે ઘી અને સિંધવ પિવુ ”
  ” હે સુંદરી ! અરડુસી, હળદર, ધાણા, ગળો, ભાટંગ મૂળ, પીંપર, સુંઠ અને ભોરીંગણના ક્વાથથી, ભલભલા માણસનો દમનો રોગ નાબુદ થઇ જાય છે. ”
  એક વાર રત્નકલાએ લોલીંબરાજને પુછ્યું, ” હે પ્રિય, કંદર્પલીલા નામની મારી વહાલી સખી ઉધરસના ત્રાસથી હાલ ખુબજ પાતળી થઇ ગઇ છે તો તેનો ઉત્તમ ઉપાય બતાવો “. ત્યારે લોલીંબરાજે કહ્યું, ” હે ચકોર પક્ષી જેવી આંખો વાળી પ્રિયા ! સૂંઠ, પીપરી મૂળ, મરી અને બહેડાની છાલના ચુર્ણને મધમાં કાલવીને આપ ”
  ” હે સુંદરી ! કેડ, કુંખ અને મુત્રાશયમાં શૂળ આવતી હોય તો દશમુળનો ક્વાથ કે સુંઠનો ક્વાથ ભેળવી સવારે એરંડીયા સાથે પીવું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *