જઠરાગ્ની–કાવ્યો (૩)

Posted by

એ જઠરાગ્ની દીવ્ય !

છંદ ; ઉપજાતી (પરંપરીત)

––––––––––––––––––––––––––––––––––

ભુખ્યાંજનોનો જઠરાગ્ની

એક દી’

બની જશે યજ્ઞની વેદીમાં રહ્યા

ભભુકતા અગ્ની સમો –

‘સમિધો’ એ માગશે,

વીશ્વસમસ્તમાં છુપાં

સંપત્તીઓના સહુ લૉકરોનાં !

 

ને

યજ્ઞની ભસ્મ બધે

– બધે જ હા –

ફેલાવીને વીશ્વખુણેખુણે શો

પાવીત્ર્યની એક નવી વીભાવના

સ્થાપી રહેશે –

જઠરાગ્ની દીવ્ય એ !!

 

– જુગલકીશોર.

 

 

 

 

One comment

 1. ફેલાવીને વીશ્વખુણેખુણે શો

  પાવીત્ર્યની એક નવી વીભાવના

  સ્થાપી રહેશે –

  જઠરાગ્ની દીવ્ય એ !!
  शाकंभरी स्तुवन् ध्यामग जपन् स्ंपूज्यन् नमन्
  अक्षय्यमश्रुते शीध्रमन्नपानामृतं फलम्
  ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી, અજા ધાન્યની દેવી અન્નપુર્ણા તો શાકભાજી કંદમુળ અને ફળફુલની જગદંબા શાકંભરી દેવી છે
  હરીભરી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી નો અર્થ શાકભાજી દ્વારા લોકોનું ભરણ પોષણ કરનારી દેવી.
  ભુખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબા ધરતી પર શાકંભરી સ્વરુપે અવતરે છે.
  શાકંભરી દેવી જયંતી પર માં જગદંબા શાકંભરીના પાવન ચરણોમાં વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *