ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?!

Posted by

જઠરાગ્ની–કાવ્ય – ૨

– જુગલકીશોર

 

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?

 

જાગ્યો હતો એ જઠરાગ્ની ક્યારનો !

માગ્યો હતો ફક્ત અનાજ–દાણો,

એયે મળ્યો ના બસ એટલે  જ

વાળી દઈ રાખ, બુઝાવી દીધો !

ને  તોય એ નફ્ફટ જાગતો રહે,

ક્ષણે ક્ષણે રે, કણ માગતો  લહે !

શેં પેટનો ખુણ ભરાય ના,  અહો !!

એ હોજરું કેમ ધરાય ના ? કહો !

સંપત્તીની  છાકમછોળ   વચ્ચે,

પ્રકાશની  ઝાકમઝોળ   મધ્યે,

પુછી રહ્યો સાવ અબુધ કેવો –

એંઠી પડેલી પતરાળી ચાટવા

લુછી રહ્યો બાળક – રાષ્ટ્રપુત્ર !

––––––––––––––––––––––

પહેલી મે ૨૦૧૦

One comment

 1. પ્રકાશની ઝાકમઝોળ મધ્યે,

  પુછી રહ્યો સાવ અબુધ કેવો –

  એંઠી પડેલી પતરાળી ચાટવા

  લુછી રહ્યો બાળક – રાષ્ટ્રપુત્ર !…ગાંધીવિચારધારાનું પ્રતિનિધિ કાવ્ય છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પુંજીવાદ સામે છે. માટે કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, અહીં હિંસા નથી… ચેતવણી છે… અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે.
  ॐ ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
  तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम् ।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *