જઠરાગ્ની–કાવ્યો ! (૧)

Posted by

“ભુખ્યાંજનોનો જઠરાગ્ની જાગીયો ?”

“એતો સુતો ક્યાય હશે અભાગીયો !”

“ક્યારે પ્રભુજી અવતાર ધારશે ??

ક્યારે ભુખ્યા પેટની આગ ઠારશે ?

ક્યારે થશે આતમ શાંત બાપડો ?

ઉધ્ધાર થાશે શું કદીય આપડો ??!”

“તું રાહ જો, અગ્ની જરુર ‘લાગશે’ !!

 

– જુગલકીશોર (૮/૧૧/’૦૯)

One comment

  1. આયુર્વેદ ચિકિત્સામાં જઠરાગ્નિ કેન્દ્ર સ્થાને છે.
    ભગવાન શ્રીકૃષ્ણ. કહે છે કે મનુષ્યના શરીરને જીવંત રાખનાર અગ્નિરૂપ તત્ત્વ હું છું. જે. વ્યકિત હિતકારક આહારનું સેવન કરે છે તે જઠરાગ્નિ ભગવાનની શ્રેષ્ઠ સેવા કરે છે
    પણ
    અહીં “ભુખ્યાંજનોનો જઠરાગ્ની જાગીયો ?” અમારો અનુભવ…પ્રસંગે જમવા બેઠા હતા ત્યાં ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. આંખના પલકારામાં ભપકાદાર શણગારેલાં રૂમની દશા બદલાઈ ગઈ. જ્યાં માંડ બસો માણસોનો સમાવેશ થયો હતો ત્યાં ૩૦૦ ટુટી પડ્યા…
    કોઇ ગુસ્સે ન થયું પણ આવા ગરીબોના જઠરાગ્નિ માટે વ્યવસ્થાની વિચારણા થ ઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *