અન્યની તો એક ખામી………આપની હજાર છે !

Posted by

એક પ્રતીકાવ્ય

– જુગલકીશોર.

(છંદ : મનહર )

 

જુભૈ કહે આ સમામાં ખામીભરી રચનાઓ

લખનારાં કવી–કવયીત્રીઓ અપાર છે :

 

બગજીના શ્લોકે ખામી, પોપજીના પ્રાસે ખામી,

કૃતક કવીની ખામીઓ તણો વીસ્તાર છે !

 

વારણની શબ્દે ખામી, વાઘજીને અર્થે ખામી,

મહીષી બ્હેનીના અલંકારો તણો ભાર છે.

 

શાસ્ત્રતણું જ્ઞાન નહીં,  કાવ્યતણું ભાન નહીં,

શાણી ગુજરાતી કાવ્ય ખાતે હાહાકાર છે !

 

સાચવી, સુકવી બોલ્યો, સાંભળો જરા જુભાઈ !

અન્યની તો એક ખામી, આપની હજાર છે !!

 

(મહામના શ્રી ‘ક.દ.ડા’ની ક્ષમાયાચના સાથે)

One comment

  1. સાચવી, સુકવી બોલ્યો, સાંભળો જરા જુભાઈ !
    અન્યની તો એક ખામી, આપની હજાર છે !! આટલું સમજાય તો જીવનના ઘણા પ્રશ્નો સરળતાથી હલ થાય.
    અમે વિનોબાજીની–કાલ જારણમ ,સ્નેહ સાધનમ ,કટુક વર્જનમ,ગુણ નીવેદમ જીવન જીવવાની અમોઘ જડીબુટ્ટી માનીએ છીએ
    તેમા ખામી જોવાનું બંધ કરી ગુણ નીવેદમ કરીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *