તજ્યાં ‘સ્વજન’ને !

Posted by

 

બદલો !

 

તમે લીધું–દીધું

અમે દીધુંદીધું –

સરવ હતું પાસે બધુંય તે –

ધરવ બહુ એનો હજુય જે !

 

તમે વ્હેવારોના,

અમે ત્હેવારોનાં

ક્ષણક્ષણ નીમીત્તો સરજીયાં

ચણભણ નહીં, ના ગરજીયાં !

 

તમે ઉંચે ઉંચે;

અમે નીચે નીચે

નકરું ભુમીનું વાસ્તવ જીવ્યાં;

અઘરું, પણ સ્વાભાવીક જીવ્યાં.

 

તમે આઘે આઘે રહી રહી તજ્યાં શાં સ્વજનને;

અમે પાસે પાસે જઈ, રહી પચાવ્યાં ઝહરને !!   

 

– જુગલકીશોર.

 

 

 

 

2 comments

 1. આ સંસારમાં લોકો જો સમજી જાય કે આમાં મારું શું છે તો પૈસા કે મિલકત માટે મારામારી થાય નહીં,ખરું પૂછો તો આપણું છે શું?

  અરે શરીર કે જેની તસ્મે ખૂબ સંભાળ રાખો છો તે પણ તમારું નથી.

  તે પણ એક દિવસ છોડવું જ પડશે. શરીર તમારું નહીં તો પછી કોણ તમારું?

  બીજા બધા સંબંધો મા-બાપ, ભાઇ-બહેન, પુત્ર-પુત્રી, ધણી-ધણિયાણી, વગેરે અ શરીરથી થાય છે.

  આ દુનિયામાં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે. કેટલી સાદી વાત છે

 2. તમે આઘે આઘે રહી રહી તજ્યાં શાં સ્વજનને;

  અમે પાસે પાસે જઈ, રહી પચાવ્યાં ઝહરને !! wahhh dada so true!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *