હૃદય–ગતી

Posted by

– જુગલકીશોર

 (છંદ : ઉપજાતી)

આ દેહનું ચાલક–તત્ત્વ ‘હાર્દ’ ,

ને હાર્દનું સાધનતત્ત્વ તે ‘ગતી’;

આ હાર્દ તે ‘મર્મ’ , ‘સનેહ’, આર્દ્ર –

ને જે ગતી તે ‘સ્થીતી’, ‘ચાલ’ ને ‘મતી’ !

‘ઈચ્છા’, ‘અભીપ્રાય’ વળી ‘રહસ્ય’

‘ભાવાર્થ’યે હોય વીકલ્પ હાર્દના;

‘શક્તી’, ‘દશા’ ને ‘સમજ’, ‘પ્રવેશ’

વીકલ્પ શા શા ગતી–માર્ગના આ !

હૈયું અને એની ગતી તણા આ

અર્થો મહીં મુલ્ય ભર્યું અનેરું –

ના દેહના ફક્ત, પરંતુ વીશ્વના

સંચાલનોનું છ રહસ્ય એ રહ્યું !!

(છંદ : અનુષ્ટુપ)

સ્નેહ ને આર્દ્રતા–ભીનું ધબકે વીશ્વ હાર્દીક;

બ્રહ્માંડે ઘુમતી રાખે ગતી શી પારમાર્થીક !!

 

3 comments

 1. આ દેહનું ચાલક–તત્ત્વ ‘હાર્દ’ ગુઢ વાત સ રસ ,સરળ રીતે સમજાવી.
  ગતિ બદલાય એ પહેલા મતિને બદલી નાંખશો
  દોષોથી સાફ થવાની જેને વેદના હોય,
  દોષિતને માફ કરી દેવાની જેની પાસે ઉદારતા હોય
  અને
  પ્રભુને યાદ રાખવાની જેનામાં કૃતજ્ઞતા હોય તે વ્યક્તિની સદ્ગતિ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *