લખો, લખો અને મોકલી આપો –

Posted by

લખવાની તૈયારી કરો !

– જુગલકીશોર

નોંધ : બેએક મીત્રો–વડીલોનું મજાનું સુચન હતું કે તમારી સાઈટ પર તમે સૌનાં લખાણો “ભુલો સહીત” (“જેમનાં તેમ”) પ્રગટ કરવાની જે જાહેરાત કરી છે તે યોગ્ય નથી ! તમારું લખાણ ભલે એક ઈ–ઉમાં રાખો પરંતુ જે લોકોને તમે લખવા પ્રેરી રહ્યા છો તેઓનું અને જેઓ સારું લખે છે તેઓનું એમ બન્ને લખાણો તમે પ્રગટ તો કરવાના જ છો તો પછી બન્ને પ્રકારનાં લખાણો વચ્ચે ભેદ ઉભો થવાની સંભાવના રહે છે !! એટલે તમારા બ્લૉગ પર તો ભાષાશુદ્ધી હોવી જ જોઈશે !!આ સુચનના અનુસંધાને નક્કી કરીએ કે સૌનાં લખાણોમાં પ્રુફરીડીંગ કરીને જ પબ્લીશ કરીશું ! એટલું જ નહીં પણ જે ભુલો હશે તેને અંડરલાઈન કરીને જે તે લેખકને તેની વ્યક્તીગત રીતે ઈમેઈલથી જાણ પણ કરવાની કોશીશ કરીશું જેથી સમય જતાં ભુલો ઓછી થતી જાય !

મારી ઈમેઈલ આઈડી : jjugalkishor@gmail.com – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ પહેલાં લખો લખો લખો એમ કહેલું. પણ શું લખવું તે લખવાનું બાકી રાખેલું…..તે આજે !

‘માતૃભાષા’ સાઈટના હેતુઓમાં એક વાત તે વીશ્વભારમાં વસી રહેલાં ગુજરાતી ભાઈબહેનોનાં લખાણો દ્વારા ગુજરાતીના પ્રસાર–પ્રચારની રહી છે.

પણ એથીય બીજી વાત છે તે અંગ્રેજી માધ્યમને કારણે કુટુંબમાંથી વીદાય થઈ રહેલા ગુજરાતીના વાતાવરણને પાછું વાળવાની છે. માતાપીતા જો ગુજરાતીમાં બોલવાની જેમ જ લખતાં પણ હશે તો નવી પેઢી કે જેને જુના ગુજરાતી શબ્દોના અર્થો આવડતા નથી તેમને ઢગલાબંધ પોતાની માતૃભાષાના શબ્દો મળશે.

એવા કેટલાય શબ્દો હશે જેને ગુજરાતી ઘરોમાંના વ્યવહારોમાં વાપરી શકાય – તેવા શબ્દો કે જે અંગ્રેજીમાં સહજ ન હોય. વળી એવા કેટલાય શબ્દો હશે જેને યાદ કરવાથી જુની પ્રણાલીઓ, જુના રીવાજો, જુનાં જીવનવ્યવહારનાં સાધનોનાં નામો વગેરેને બાળકો–કીશોરો સમક્ષ મુકી શકાશે. એવાં કેટલાંય સગપણો છે જે વીલાતાં જાય છે ! આ સગપણોમાં રહેતો હતો તે પ્રેમ, એ સહકુટુંબની ભાવના દર્શાવતા હતા તે શબ્દોને આપણાં સૌનાં લખાણોમાં મુકતાં રહેવાથી ઘરનાં અંગ્રેજી માધ્યમનાં કીશોરોને તે બહુ જ મજા કરાવનારા બની રહેશે.

તો હવે જોઈએ કે શું શું લખી શકાયે તેમ છે ?

 • એક તો જાણે આપણા રોજીંદા અનુભવોની ટચુકડી વાતો;
 • બીજું તે ઘરમાં ને આસપાસના વાતાવરણમાં સાંભળવા મળતા કેટલાક અવનવા શબ્દપ્રયોગો દર્શાવતા અનુભવો;
 • કોઈ સાથેના યાદગાર પ્રસંગનું વર્ણન;
 • કોઈ નાનામોટા પ્રવાસનું વર્ણન;
 • કોઈ વાસ્તવીક કે કાલ્પનીક પાત્રને ઉદ્દેશીને લખવાના પત્રો;
 • કોઈ સંસ્થા કે વ્યક્તી વીશે આપણા ખ્યાલોની રજુઆત;
 • કોઈ સંસ્થાના કાર્યક્રમોના ટુંકા અહેવાલો;
 • કોઈ મહત્ત્વની વ્યક્તીઓની મુલાકાતને સંવાદના રુપમાં રજુ કરવી;
 • આપણા રોજીંદા જીવનના બનાવોની વાસ્તવીક કે કાલ્પનીક ડાયરીનું એકાદ પાનું;
 • કોઈ સારો વીચાર કે મનમાં સુઝેલું કોઈ મજાના કાર્યક્રમનું આયોજન (પ્લાનીંગના રુપમાં);
 • કોઈ વ્યક્તીનો પરીચય;
 • છેવટે કાંઈ ન સુઝે તો કોઈ સારા લેખકના લખાણમાંથી કેટલાક ફકરા કે કાવ્યપંક્તીઓને ટાંકીને તેના પરના આપણા વીચારો –

આ સીવાય પણ જે કોઈને, જે કાંઈ પણ સુઝી આવે તેવા વીષયો પરનાં લખાણો આપણે પ્રગટ કરીને ગુજરાતીને પ્રસારીશું.

મીત્રો,

માતૃભાષા માટે દર એકાંતરે દીવસે પ્રગટ કરી શકાય તેટલાં લખાણો આવવા માંડ્યાં છે છતાં દરરોજ નવી પોસ્ટ પબ્લીશ કરવી પડે તોય આપણે તૈયારી કરી છે ! તમતમારે કલમ (કીબોર્ડ) હાથ ધરો અને (બહુ લાંબું નહીં તેવું) માંડો –

લખ…લખ…..વા !!

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

માતૃભાષાના વીઝેટ પર સબ્સ્ક્રીપ્શન માટેનું બટન મુકવાનું બાકી હતું તે મુકાઈ ગયું હોઈ મીત્રોને પોતાની ઈમેઈલ આઈડી દાખલ
કરીને સાઈટ ફોલો કરવા વીનંતી છે.

2 comments

 1. તમારો બ્લૉગ સુંદર છે. ન છૂટકે હાથવગાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરું તો મિત્રભાવે માફ કરશો.
  પ્રથમ તો બ્લૉગનો લે આઉટ ગમ્યો. બ્લૉગમાં કશું લાઉડ હોય તેવું નથી લાગતું. સરળ છે, છતાં આકર્ષક છે. કલર સ્કીમ આંખોને પસંદ પડે તેવી છે.
  લે આઉટમાં ક્યાંય ખોવાઈ જશો તેવો ડર નથી રહેતો. ક્લટર નથી.
  નેવિગેશન ખૂબ જ સરળ અને ફ્રેંડલી છે. વાચકને અહીં પોતાની રીતે ફરવામાં આનંદ મળે છે.
  બ્લૉગ બૂમો પાડીને તમને બોલાવતો નથી, વાચક પોતાની મરજીથી બ્લોગમાં પ્રવેશતો જાય છે.
  આપને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ!

 2. તમે લખ લખ કહો છો તો
  લખ લખ પર લખ લખ કરીએ
  કાવ્ય
  ગીત ગઝલ કે ભજન લખ
  વાત તો કાંઈ મઝાની લખ
  રોજ હથેળી પર એની
  મહેંદી વાળી ગઝલ લખ
  કાંટા વિષે લખ ચાહે જેટલું
  કોઈક વાર ફૂલ માટે લખ
  લખ તું અમાસ પણ
  પરંતું દિપાવલી લખ
  કોઇક હોંઠો પર સ્મિત લખ
  અસલી કે પછી નકલી લખ
  મૌસમ અજબ મસ્તાની છે
  કોઈ ગઝલ નીરાલી લખ
  આખો બગીચો ખીલશે
  પાનપાન પર ખુશી લખ
  તારી કાલની ફિકર ફાંક
  આજની ગૌરવકથા લખ

  ‘જુ દુનિયાથી અલગ લખ
  અલગ તારી વાત,તે લખ
  ………………………………………………………..
  લખવાનો આથાગ પ્રયત્ન કરવા છતાં નિર્મળ સ્મિત ના પ્રભાવ અંગે શબ્દો જડતા નથી
  બધા જ શબ્દો મલીન લાગે છે.
  કોઈ આ લખ લખની સમસ્યાનું સમાધાન કરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *