“જરુર નથી, ગુજરાતી તો એની મેળે આવડી જશે !” : એક વાલી

Posted by

શ્રી ગોપાલભાઈ પારેખ વાપીના સીત્તેર વટાવી ગયેલા જાગૃત નાગરીક છે. તેઓ આ ઉંમરે પણ બાળ–કીશોરોને અંગ્રેજી ભણાવે છે. કમ્પ્યુટર જાણકારને કામ અપાવે છે. જ્યારે પણ કોઈ ટહેલ નાખું ત્યારે ફુલપાંખડીરુપ આર્થીક મદદ માટે ફાળો આપવા તૈયાર હોય છે !

કેટલાય સમયથી તેઓ તુલસીના છોડનું લોકો પાસે જઈજઈને વીતરણ કરે છે ને હવે સરગવાના છોડનો પ્રચાર મોટા પાયે કરી રહ્યા છે !!

નેટ ઉપર તેમણે ભાષા માટે ઘણો ભોગ આપ્યો છે. સારાં પુસ્તકોના લેખકોની મંજુરી લઈલઈને તેમણે કેટલીય ઈબુકો બનાવવામાં ગાંઠનું ગોપીચંદન પણ કર્યું છે ને એ ચંદનની સુગંધ પણ પોતાની કને રાખી મુકવાને બદલે વહેંચ્યાં કરી છે.

આજે સવારના પહોરમાં એમણે ફોન ઉપર એક કીસ્સો કહીને મને વીચારતો કરી મુક્યો. ને એટલે જ તે કીસ્સો અહીં મુકીને સહુને તે વાતનું પણ વીતરણ કરી દેવાનો લોભ એટલે આજની આ પોસ્ટ :

“જરુર નથી; ગુજ. તો એની મેળે આવડી જશે….” !!

એમના અંગ્રેજીના વીદ્યાર્થી કીશોરોમાંનાં કેટલાકના વાલીઓને તેમણે પુછ્યું કે,

“તમારા બાળકને હું થોડો સમય લઈને ગુજરાતી શીખવું ? સાવ ફ્રીમાં અને સમય બગાડ્યા વગર આ કામ કરવા ધારું છું…….”

બસ. જવાબ તો ઉપર શીર્ષકે આપી જ દીધો હોઈ અહીંં  ફરી લખવાની જરુર જોતો નથી !

– શી જરુર છે ????

– જુગલકીશોર.

One comment

  1. શ્રી ગોપાલભાઈ પારેખને શત શત વંદન “જરુર નથી,
    ગુજરાતી તો એની મેળે આવડી જશે !” : એક વાલી..
    આવા તો અમારા પણ અનુભવ છે.અમારી ચિ યામિની ને નોકરી થી આવ્યા બાદ ગુજરાતી સાહીત્ય સર્જનનો વિચાર આવતો.અમે તેને પ્રો દેસાઇ ની ઓળખાણ કરાવી.તેમણે એક વિષય આપ્યો અને લખવા અંગે થોડા સુચન કર્યા અને એ લખાણ વાંચ્યા બાદ વધુ શીખવવાનું કહ્યુ….અને લખાણ છાપામા મોકલ્યા.થોડા સ્વીકારાતા અને પુરસ્કાર પણ મળતો.ગઝલ કાવ્યો અંગે નયન દેસાઇ પછીતો સ્વ જનકભાઇ નાયકના ઘરે સાહીત્યકારોના મેળામા …વનથંભી પ્રગતિ ચાલુ જ છે………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *