અગીયાર દીવસનો અંધારપટ –

Posted by

કભી કભી,

ઐસા ભી હોતા હૈ !

નીવૃત્તીના સમયમાં આધુનીક ટૅકનોલૉજી ક્યારેક દગો દઈને આપણને સાવ જ નવરા કરી દ્યે. આવા સમયે “દોડવું ’તું ને ઢાળ મળી ગયો” કહીને છુટી પડાતુંય નથી. નીવૃત્તીના સમયમાં પણ આવી રીતે નવરા કરી મુકનાર ટૅકનોલૉજીને માફ કરી શકાતી નથી ! (વાંક જ આપણો હોય ત્યારે એમને અપયશવાનોય શો અર્થ ?)

જુનાગઢે સારા પ્રસંગે કોઈને વેબસાઈટ અંગે વીગતે વાત કરતો હતો ત્યારે એણે જ જાણ કરી કે તમારી સાઈટ બંધ છે ! તે દી ઓચીંતાંનું જ ધ્યાને આવ્યું કે વાર્ષીક નાણાંવહીવટ કરવાનો રહી જવાથી વેબસાઈટ બંધ થૈ ગૈ છે !! હવે તો અમદાવાદ પોકીને નવેસરથી કામ હાથ ધરવું રહ્યું……પણ રે, આ કામ કરી આપનાર જાણકાર સહયોગી પોતે પોતાના જ લગનમાં ગોઠવાઈ ગયેલા હતા ! એટલે એમનાં લગ્નનો ગાળો – એમની સાથે જ રહીને માણ્યો…..(એ જાણકાર બીજા કોઈ નહીં પણ પૌત્રીના લગ્નના વરરાજા– ઈશિત મહેતા – ખુદ ! એટલે લગ્નનો લહાવો લેવામાં આ દીવસો ક્યારે પસાર થઈ ગયા તેય ખબર ન રહી.)

ને આજ વળી ઓચીંતાં જ એમણે ઠીકઠાક કરી દીધેલી આ વેબસાઈટને પાને આખું બખડજંતર આળેખવા બેસી જવાનો ઉત્સવ ઉજવી રહ્યો છું.

આ દીવસોમાં ફક્ત ને ફક્ત એક જ વ્યક્તી (દેવિકાબહેન)એ ચીંતા વ્યક્ત કરીને મારી “સાઈટને શું થયું છે” તેવી પૃચ્છા કર્યાં જ કરી તે માટે તેમનો આભાર માનીને આજે તો અહીં જ –

– અચ્યુતમ્ !

(આ દીવસો દરમ્યાન વળી અમેરીકા સ્થીત એક કવયીત્રીનો કાવ્યસંગ્રહ જોડણીસુધાર માટે આવ્યો ! એ પુસ્તીકાના ભાષાકર્મ ઉપરાંત સમગ્ર સંપાદનકાર્ય પણ મારે ભાગે આવી જતાં હમણાં તાજેતરમાં જ મેં શરુ કરેલું “પુસ્તકોના સંપાદનના ધંધાદારી કામ”નું ઉદ્ઘાટન પણ આપોઆપ આ અંધારપટમાં જ થઈ જતાં એક વ્યાવસાયીક કાર્યનું મંગલાચરણ થયું !! જાન્યુઆરીના છેલ્લા સપ્તાહે એકી સાથે ત્રણ પુસ્તકોનું વીમોચન થશે તે અગાઉ વીગતો જાહેર કરીશું…….તે દરમ્યાન કવયીત્રીને ધન્યવાદ સાથે એમનો આભાર !!)

 

3 comments

  1. હાં, મને પણ આપનો જવાબ ન મળતાં નવાઈ લાગી હતી. ખરે કમ્પ્યુટરના મેઝિક વગર …
    સરયૂ

    1. સરયૂબહેનનો ઈમેઈલ હતો; એમાં કાવ્ય અંગે કોઈ બાબત હોઈ પૃચ્છાની બાબત ડાબા હાથે રહી ગયેલી ! ખુબ આભાર સાથે – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *