લખો લખો લખો…..

Posted by
– જુગલકીશોર.
વાંચવા માટે કોઈ આવી રીતે આગ્રહ કરે તો સમજાય, પણ લેખક બનવાના તે કાંઈ આગ્રહ હોતા હશે ?!
ના. લેખક કાંઈ બન્યું બનાતું નથી એ વાત સાવ સાચી પરંતુ લેખક શબ્દને જરા સમજીએ તો લેખક બનવું કાંઈ અઘરું નથી !
લખે તે લેખક ! એ વ્યાખ્યા ધ્યાનમાં રાખીએ તો કશું પણ લખે તેને લેખક તો કહી જ શકાય. એમ તો દુકાનદાર નામાના ચોપડા લખે તો એનેય લેખક તો કહી જ શકાય ! પણ આપણે એવો અર્થ કરીને આળસ કરવી નથી…….આપણે તો આપણી માતૃભાષાને ઘરઘરમાં વહેતીરમતી રાખવી છે. એના ઝાંઝર રણઝણતાં રાખીને એનો કર્ણમધુર રવ સૌને સંભળાવવો છે. એનાં ગાન ગાવાંય છે ને ગવડાવવાંય છે.
બોલી એ જેમ જીહ્વા અને કર્ણ વચ્ચેનો વ્યવહાર છે. તે જ રીતે લેખન દ્વારા પ્રગટતી ભાષા એ લખનારના આંતરજગતના પ્રચ્છન્ન ભાવોનું પ્રાગટ્ય છે. એને બહાર વહેવડાવીને ભીતરી પ્રવાહો સૌમાં વહેંચવાનું મહત્ત્વનું ને મજાનું કામ કરવા જેવું છે. લખો લખો લખો…..આ ત્રણેય શબ્દોને જમણી બાજુથી વાંચો તો વંચાશે, ખોલ ખોલ ખોલ !! અંદર જે ઢંકાયેલું પડ્યું છે તેને ખોલવાની વાત છે !!
પહેલો સવાલ છે, શા માટે લખવું ? મનની વાતો મનમાં રહે તો શું ખોટું ? કોઈને સંભળાવવા–વંચાવવાની શી જરુર છે ? તો એનો જવાબ માતૃભાષાના સંદર્ભે આપીશું…..
મનની વાતો બીજાને સંભળાવવાનું જવા દઈએ પણ આપણી ભાષાને માટે કંઈક કરી છુટવા માટે લખવાની વાત કહીએ તો કદાચ વાત ગળે ઉતરે ખરી……શા માટે લખવું એ સવાલ આપણી ભાષાની સામે ઉભા થયેલા પડકારને પહોંચી વળવાના જવાબરુપે છે !
આજે દરેક માતૃભાષાને બે અડચણો નડી રહી છે :
  • એક તો વૈષ્વીક વ્યવહારો માટે અનીવાર્ય બની ચુકેલી અંગ્રેજી ભાષાના ફેલાવાને કારણે વર્ણસંકર બની જતી માતૃભાષાઓ અને –
  • બીજું, મોબાઈલ પર થતા વ્યવહારોમાં બગડીને બેહાલ થઈ રહેલી મોબાઈલીયા ભાષા !!
અંગ્રેજી શબ્દો કોઈ પણ માતૃભાષામાં ઉમેરાતા રહે તો તે તો સહજ જ છે. એને અટકાવવાનું જેમ શક્ય નથી તેમ તેને અટકાવવાની જરુર પણ નથી. પરંતુ બહારથી આવતા શબ્દોની સાથે સાથે બહારની ભાષાનું બંધારણ પણ આપણી ભાષામાં ઘુસી જઈને બગાડી મુકે, આપણી ભાષાનું બંધારણ અને પોત (સ્ટ્રક્ચર અને ટૅક્ષ્ચર) બન્ને બગડી જાય તે તો બરાબર ન જ કહેવાય ! અંગ્રેજીની ઘુસણખોરી આપણી ભાષાની લઢણ સુધ્ધાં બદલી નાખે તે તો કેમ પોસાય ?! મોબાઈલીયા ભાષાના આક્રમણથી બચવા માટે પણ આપણે ગુજરાતીમાં લખો, લખો, લખો એમ બુમ પાડીને કહેવું પડશે; કહેતાં જ રહેવું પડશે.
ને એક બીજો મોટો દુશ્મન પણ હવે આપણી સામે મજબુત બનીને આવી ગયો છે તેનોય વીચાર કરવો જ પડવાનો છે. આ દુશ્મન તે ભણવા–ગણવા માટેનું અને જીવનવ્યવહારો માટેનું માધ્યમ !! માતૃભાષાનું માધ્યમ માત્ર શીક્ષણમાં જ નહીં પરંતુ જીવનવ્યવહારો માટે વપરાતી બોલીમાં પણ ફરજીયાત થઈ જાય તે બહુ જરુરી છે. કોઈને થશે કે જીવનવ્યવહારોમાં આવા આગ્રહ રાખવા તે વાણી સ્વાતંત્ર્યનો ભંગ ન ગણાય ? પરંતુ ઘણા દેશોમાં માતૃભાષામાં જ વ્યવહારો કરવાનો જે રીવાજ છે તે યાદ રાખવો જોઈશે…..આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ જે તે દેશોના પ્રતીનીધીઓ પોતાની બોલીમાં જ વક્તવ્યો રજુ કરે છે તેથી શરમ અનુભવતા નથી; તો આપણે પણ શા માટે એકબીજાની સાથે અંદરોઅંદર ગુજરાતીમાં જ વ્યવહારો ન કરીએ ?!
માતૃભાષાની સેવા કરવી હશે, એને ભુંસાઈ જતી અટકાવવી હશે ને એ જ ભાષામાં લખવા–વાંચવા–બોલવાનું ગૌરવ લેવું હશે તો વાંચવા–બોલવાની સાથે સાથે “લખવા”નો પણ મહાવરો પાડવો જ પડશે……(બીજી રીતે કહું તો આપણા સહુમાં “લખ–વા” ફેલાઈ જાય તેમ કરવું જોઈશે !)
ને એટલે જ, આ લેખનું શીર્ષક બનાવીને (અને મારી આ નવી સાઈટનો મુખ્ય હેતુ પણ એ જ રાખીને ) મેં કહ્યું ને કે –
લખો, લખો, લખો !!!
(શું લખવું ? એવા સવાલના જવાબમાં કેટલીક વાતો હવે પછી !)
– જુગાલકીશોર
વાંચવા માટે કોઈ આવી રીતે આગ્રહ કરે તો સમજાય, પણ લેખક બનવાના તે કાંઈ આગ્રહ હોતા હશે ?! ના. લેખક કાંઈ બન્યું બનાતું નથી એ વાત સાવ સાચી પરંતુ લેખક શબ્દને જરા સમજીએ તો લેખક બનવું કાંઈ અઘરું નથી ! લખે તે લેખક ! એ વ્યાખ્યા ધ્યાનમાં રાખીએ તો કશું પણ લખે તેને લેખક તો કહી જ શકાય. એમ તો દુકાનદાર નામાના ચોપડા લખે તો એનેય લેખક તો કહી જ શકાય ! પણ આપણે એવો અર્થ કરીને આળસ કરવી નથી…….આપણે તો આપણી માતૃભાષાને ઘરઘરમાં વહેતીરમતી રાખવી છે. એના ઝાંઝર રણઝણતાં રાખીને એનો કર્ણમધુર રવ સૌને સંભળાવવો છે. એનાં ગાન ગાવાંય છે ને ગવડાવવાંય છે. બોલી એ જેમ જીહ્વા અને કર્ણ વચ્ચેનો વ્યવહાર છે. તે જ રીતે લેખન દ્વારા પ્રગટતી ભાષા એ લખનારના આંતરજગતના પ્રચ્છન્ન ભાવોનું પ્રાગટ્ય છે. એને બહાર વહેવડાવીને ભીતરી પ્રવાહો સૌમાં વહેંચવાનું મહત્ત્વનું ને મજાનું કામ કરવા જેવું છે. લખો લખો લખો…..આ ત્રણેય શબ્દોને જમણી બાજુથી વાંચો તો વંચાશે, ખોલ ખોલ ખોલ !! અંદર જે ઢંકાયેલું પડ્યું છે તેને ખોલવાની વાત છે !! પહેલો સવાલ છે, શા માટે લખવું ? મનની વાતો મનમાં રહે તો શું ખોટું ? કોઈને સંભળાવવા–વંચાવવાની શી જરુર છે ? તો એનો જવાબ માતૃભાષાના સંદર્ભે આપીશું….. મનની વાતો બીજાને સંભળાવવાનું જવા દઈએ પણ આપણી ભાષાને માટે કંઈક કરી છુટવા માટે લખવાની વાત કહીએ તો કદાચ વાત ગળે ઉતરે ખરી……શા માટે લખવું એ સવાલ આપણી ભાષાની સામે ઉભા થયેલા પડકારને પહોંચી વળવાના જવાબરુપે છે ! આજે દરેક માતૃભાષાને બે અડચણો નડી રહી છે : • એક તો વૈષ્વીક વ્યવહારો માટે અનીવાર્ય બની ચુકેલી અંગ્રેજી ભાષાના ફેલાવાને કારણે વર્ણસંકર બની જતી માતૃભાષાઓ અને – • બીજું, મોબાઈલ પર થતા વ્યવહારોમાં બગડીને બેહાલ થઈ રહેલી મોબાઈલીયા ભાષા !! અંગ્રેજી શબ્દો કોઈ પણ માતૃભાષામાં ઉમેરાતા રહે તો તે તો સહજ જ છે. એને અટકાવવાનું જેમ શક્ય નથી તેમ તેને અટકાવવાની જરુર પણ નથી. પરંતુ બહારથી આવતા શબ્દોની સાથે સાથે બહારની ભાષાનું બંધારણ પણ આપણી ભાષામાં ઘુસી જઈને બગાડી મુકે, આપણી ભાષાનું બંધારણ અને પોત (સ્ટ્રક્ચર અને ટૅક્ષ્ચર) બન્ને બગડી જાય તે તો બરાબર ન જ કહેવાય ! અંગ્રેજીની ઘુસણખોરી આપણી ભાષાની લઢણ સુધ્ધાં બદલી નાખે તે તો કેમ પોસાય ?! મોબાઈલીયા ભાષાના આક્રમણથી બચવા માટે પણ આપણે ગુજરાતીમાં લખો, લખો, લખો એમ બુમ પાડીને કહેવું પડશે; કહેતાં જ રહેવું પડશે. ને એક બીજો મોટો દુશ્મન પણ હવે આપણી સામે મજબુત બનીને આવી ગયો છે તેનોય વીચાર કરવો જ પડવાનો છે. આ દુશ્મન તે ભણવા–ગણવા માટેનું અને જીવનવ્યવહારો માટેનું માધ્યમ !! માતૃભાષાનું માધ્યમ માત્ર શીક્ષણમાં જ નહીં પરંતુ જીવનવ્યવહારો માટે વપરાતી બોલીમાં પણ ફરજીયાત થઈ જાય તે બહુ જરુરી છે. કોઈને થશે કે જીવનવ્યવહારોમાં આવા આગ્રહ રાખવા તે વાણી સ્વાતંત્ર્યનો ભંગ ન ગણાય ? પરંતુ ઘણા દેશોમાં માતૃભાષામાં જ વ્યવહારો કરવાનો જે રીવાજ છે તે યાદ રાખવો જોઈશે…..આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ જે તે દેશોના પ્રતીનીધીઓ પોતાની બોલીમાં જ વક્તવ્યો રજુ કરે છે તેથી શરમ અનુભવતા નથી; તો આપણે પણ શા માટે એકબીજાની સાથે અંદરોઅંદર ગુજરાતીમાં જ વ્યવહારો ન કરીએ ?! માતૃભાષાની સેવા કરવી હશે, એને ભુંસાઈ જતી અટકાવવી હશે ને એ જ ભાષામાં લખવા–વાંચવા–બોલવાનું ગૌરવ લેવું હશે તો વાંચવા–બોલવાની સાથે સાથે “લખવા”નો પણ મહાવરો પાડવો જ પડશે……(બીજી રીતે કહું તો આપણા સહુમાં “લખ–વા” ફેલાઈ જાય તેમ કરવું જોઈશે !) ને એટલે જ, આ લેખનું શીર્ષક બનાવીને (અને મારી આ નવી સાઈટનો મુખ્ય હેતુ પણ એ જ રાખીને ) મેં કહ્યું ને કે – લખો, લખો, લખો !!! (શું લખવું ? એવા સવાલના જવાબમાં કેટલીક વાતો હવે પછી !)

2 comments

  1. આપણી માતૃભાષાને ઘરઘરમાં વહેતીરમતી રાખવી છે.

    માતૃભાષા ગુજરાતી સામે આજે અનેક પ્રકારના પડકારો છે એ જોતાં , જુ’ભાઈ, આપના મનની આ ખ્વાઈશ જલ્દી ફળ લાવે એવી શુભેચ્છા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *