થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને રક્તદાન

Posted by

– પ્રવીણભાઈ કે મકવાણા

મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓ માટે 

સમસ્યા વર્ણન મારી આંગણકા શાળાના વિદ્યાર્થીને એક વાર તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે આ ભંયકર રોગના નિવારણ માટે રક્તદાન એ જ ઉકેલ છે. કારણ કે આરોગ માટે રક્ત ચડાવવું જરૂરી છે. આથી મને થયું કે મારે પણ નિયમિત રક્તદાન કરવું જોઈએ, જેથી આવા વિદ્યાર્થીઓ સુધી અનાયાસે મદદ પહોંચી જાય છે.

પ્રયોગની વિગત :

 • મેં આવાં બાળકોને મદદા કરવા મારાથી શરૂઆત કરી. સૌ પ્રથમ આવા વિદ્યાર્થીને નજીકમાં નજીક અને સહેલાઈથી રક્ત મળી રહે તે માટે પ્રયત્ન કરવો. મારી શાળાનાં તેમજ આવાં અન્ય બાળકો માટે કામ કરવા માટે નવતર કેડીએ ચાલવાની શરૂઆત મારાથી કરી. મહુવામાં નવકાર બ્લડ બેંક ખાતે રક્તદાન કરવાની શરૂઆત કરી. મારા તેમજ મારા મિત્રો, સાથી શિક્ષકોના જન્મદિવસે રક્તદાન કરવાની શરૂઆત કરી.
 • ભૂમિબહેન, નિલમબહેન, હરજીભાઇ વગેરે શિક્ષકોના જન્મદિને રક્તદાન કરેલ છે.
 • ભાવનગર સર. ટી હૉસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વી.એસ. હૉસ્પિટલ, તેમજ રેડક્રોસ સંસ્થા પાલડી ખાતે રક્તદાન કરેલ છે.
 • મહુવા નવકાર બ્લડ બેંક ખાતે આવી રીતે રક્તદાન કરતી વખતે સાથે આવવાને કારણે ત્રણ મિત્રો પણ નિયમિત રક્તદાન કરતાં થયા છે.

પ્રયોગ મૂલ્યાંકન :

 • આ રક્તદાન પ્રવૃત્તિને કારણે ચાર બાળકોને નિયમિત તાજું લોહી મળવાપાત્ર થયેલ છે.
 • તાલુકા મથકેથી જિલ્લા મથકે જવાની જરૂરના પ્રમાણમાં દિનપ્રતિદિન ઘટાડો થયો છે.
 • સામાજિક પ્રસંગોએ લોકોના વ્યક્તિગત અને વિવિધ મેળાવડાઓ દ્વારા તેમજ કર્મચારીઓના પણ રક્તદાન કૅમ્પ વધ્યા છે. લોકોએ પોતાની એક સામાજિક જવાબદારી સમજી તેનો સ્વીકાર કર્યો છે.

પ્રાપ્ત પરિણામો :

 • કૉલેજ કક્ષાએ થેલેસેમિયા બાબતે જાગૃતિ આવી છે; ભાઇઓ-બહેનો સ્નાતક થાય તે પહેલાં પોતાનો થેલેસેમિયા ટેસ્ટ કારાવી લે છે.
 • S.S તેમજ N.C.C કૅમ્પના વિદ્યાર્થીઓ આ રોગનિવારણ માટે જન જાગૃતિ કેળવવા તરફ જાગ્રત થયા છે.
 • શાળાના કે ગામના વિદ્યાર્થીઓ માટે વાલીઓ-ગ્રામજનો પોતાના ગામ કે શાળાના બાળક માટે રક્તદાન કરવા તત્પર બન્યા છે.

પ્રાપ્ત પરિણામો :

 • શિક્ષક-વાલી-બાળક વચ્ચે એક સેતુ સ્થાપિત થયો છે.
 • ચાર નવયુવાન મિત્રો નિયમિત – જ્યારે ત્રણ મહિના પૂરા થાય ત્યારે સામેથી રક્તદાન કરવા જાય છે.
 • વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ કાર્ય માટે આગળ આવી છે.

વર્તમાન સ્થિતિ :

 • હાલમાં ત્રણ શિક્ષકો, ચાર યુવાન મિત્રો નિયમિત રક્તદાન કરીને આવાં બાળકોને મદદરૂપ બન્યા છે.
 • શહેરોની છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ વેકેશન પહેલાં કે જ્યારે સમય મળે ત્યારે રક્તદાન કૅમ્પનું આયોજન કરે છે.
 • ત્રણ હૉસ્પિટલ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓએ થેલેસેમિયા જાગૃતિ માટે પેમ્ફ્લેટ છપાવી વહેંચેલ છે.
 • ચલો જલાયે દીપ વહાં, જહાં આજ અભી અંધિયારા હૈ.

================================================

 

પ્રયોગકર્તા પ્રવીણભાઈ કે મકવાણા

આંગણકા પ્રાથમિક શાળા, તાલુકોમહુવા, જિભાવનગર

Mo : 9428619809 / e-mail : pravinmakwana23@gmail.com

 

One comment

 1. ખૂબ સુંદર સેવા પ્રયોગ-સાથે અમારા સુરત જીલ્લામા આ રોગ વ્યાપક છે અને અનેક પ્રયોગ વચ્ચે આ પણ અપનાવવા જેવો પ્રયોગ-આ સાથે આ રોગ અંગે ફરી માહિતી
  માનવ લોહીમાં રહેલા રક્તકણોમાં આવેલું હિમોગ્લોબીન ખુબજ અગત્યનું તત્વ છે, જે ફેફ્સમાંના ઓક્સીજન ને શરીરના વિવિધ અંગોમાં પહોચાડે છે, જેનાથી શરીર કાર્યરત અને તંદુરસ્ત રહે છે શરીરની લાલાશ હિમોગ્લોબીન ને આધારી છે .
  હિમોગ્લોબીનમાં ચાર chain ની રચના હોય છે. જેમાં α-આલ્ફા, β-બીટા, γ-ગેમા અને δ-ડેલ્ટા નામની ચેઈન જોવા મળે છે. આ ચારેયનું પ્રમાણ યોગ્ય હોય તો રક્તકણો નું આયુષ્ય 90 થી 120 દિવસનું જેટલું રહે છે. થેલેસેમિયા એ ”જીનેટિક ડીસીઝ ” છે. જેમાં રંગસૂત્રો માં આવેલું જનીન આ રોગ માટે જવાબદાર છે.
  હિમોગ્લોબીની જે ચેઇનનું પ્રમાણ ઘટી જાય તેમને આ પ્રકારનો રોગ થાય છે. જેમ કે બાળક નાં શરીરમાં α-ચેઈનની ખામી કે ઉણપ હોય તો તે બાળકને α-આલ્ફા થેલેસેમિયા નો રોગ થાય છે જેનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. આજ રીતે બાળકના શરીરમાં β -બીટા ચેઈનની ઉણપ કે ખામી હોય તો તેને β-(બીટા) થેલેસેમિયાનો રોગ થાય છે જે ખુબજ ગંભીર રોગ છે અને વિશ્વમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વની કુલ 3% વસ્તી અને દક્ષિણ પૂર્વના દેશો (ભારત -પાકિસ્તાન -શ્રીલંકા –બાંગ્લાદેશ) આ દેશોમાં 5 થી10% વસ્તી થેલેસેમિયા જીન્સ ધરાવે છે. ભારત દેશમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, રાજ્યોમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે.
  ભૂમધ્ય પ્રદેશના દેશો જેવા કે ઈટાલી, રોમ વગેરે માં આ રોગ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકના શરીરમાં β-ચેઈનની ખામી થોડી ઓછી હોય તો તેને થેલેસેમિયા માયનર વ્યક્તિ કહેવાય છે જે શરીરે તંદુરસ્ત હોય છે તેને લોહી ચઢાવવાની જરૂર પડતી નથી , આવા થેલેસેમિયા માયનર પુરુષ જો અન્ય થેલેસેમિયા માયનર સ્ત્રી સાથે લગ્ન કરે તો આવનાર બાળકને” થેલેસેમિયા મેજર ” રોગ થવાની શક્યતા 25% રહે છે , 25% બાળક નોર્મલ હોય છે અને 50% બાળક થેલેસેમિયા માયનર જન્મવા ની સંભાવના રહે છે,
  તેથી આ રોગ ને અટકાવવા લગ્ન પહેલા લગ્ન કરનાર પાત્ર માયનોર છે કે નહિ તેનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે , થેલેસેમિયા માયનરની તપાસ લેબોરેટરી માં સરળતાથી થઇ શકે છે, Electrophorsis નામના ટેસ્ટ થી પાકું નિદાન થાય છે , થેલેસેમિયા મેજરના દર્દીના શરીરમાંના રક્તકણો નું આયુષ્ય 20 થી 30 દિવસ જેટલું હોય છે તેથી આવા બાળકોને શરીરમાં ફિકાશ ,નબળાઈ ,થાક લાગવો ,વારંવાર બીમાર પડવું ,શાળામાં ભણવામાં ધ્યાન કેન્દ્રિત ના થઇ શકે અને ઘણીવાર હદયની કામગીરી પર આડઅસરથી ccf થાય છે અને બાળક મૃત્યુ પણ પામી શકે છે.
  લગભગ છ મહિના પછી દેખાતો આ રોગ માં જીવનભર લોહી ,વિટામીન ,ફોલિક એસીડ ,અને આર્યન ચીલેટર્સ દ્વારા સારવાર આપવામાં આવે છે,બોનમેરો ટ્રાન્સપ્લાન થી આ રોગ સંપૂણ પણે મટાડી શકાય છે પરંતુ આ સારવાર અધતન setup skill અને ભારે ખર્ચ માંગી લે છે , જીન ટ્રાન્સપ્લાન જેવી અતિ અધતન સારવાર અત્યારે Research હેઠળ છે,જેમાં દર્દી નું થેલેસેમિયા જીન્સ બદલી નોર્મલ જીન્સ થી નોર્મલ બનાવી શકાય છે ,
  સાયપ્રસ નામના દેશમાં સરકાર,પ્રજા,વિજ્ઞાન અને કાયદા દ્વારા આ રોગનું સંપુર્ણ નાબુદ કરી નાખવામાં આવેલ છે , આભાર.
  – ડો. શ્રી કે .એમ.મેહરીયા(

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *