‘Matrubhasha’ રજા પર….

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે. એમને તો રહેવાનું મ્હેલાતે, બંગલે, આપણ ફુટપાથ ને પછીતે ! – કોઈ હારે કોઈ જીતે. સળગ્યું લાગે છ આખું વંન ભલે, આપણાં આ ઝુંપડાં હજીય છે સલામત; એને બાળીને કાંઈ તીરથ કરાય ના, વ્હેલેરી આવશે

ચીરાગ પટેલની એક રચના

પ્રણય  સખી, અન્ધારે પ્રગટાવે દીવડા અનેરા; જગવે આતમે પ્રેમના રોમાંચ અનેરા. દુનીયા આથમે, ઉગતી ત્યારે સહીયર; વીસામો મોટા છાંયે, હોય પોતે મહીયર. ધર્યા ભેખ સંસારના, ચાલ્યો કર્તવ્યપથ; માંહ્યલો જાણે ‘મા’નો જ સાચો એક પથ. હસતું રમતું ફુલ જાણે પ્રગટાવે બધે સ્મીત; જળકમળવત ખીલતું, અપનાવી એક

પ્રાદેશીક શબ્દોની તાકાત દર્શાવતું શ્રી કિશોર મોદીનું કાવ્ય

વટથી તરવી છે  વાત અંદરની  બધ્ધીયે વાંચી છે, હાવ ફેદર હરખી  હઘળી તાજી છે.  કોઈનાં  કંઈ  ટાયલાં કરવાં  નથી, જાત  હામે આંચ  એવી  કરવી છે.  કૂંદવા  પર  બેહીને   ભહવું નથી, જુંહરી ખાંધે  જુઓને    લાખી  છે.  ગાંગડું માણહ થેઈને હું કરવાનું છે? આપમેળે કાં કોઈ અણચી

હાઈકુ–પંચ

હાઈકુ–પંચ – જુગલકીશોર   કાગડી મુકે ઈંડાં, માળામાં ગુંજે ‘કોયલ–કુક’ *** કરોડ ખર્ચી આંબે કરી કલમો; ફુટ્યા બાવળ. *** ચાંચમાં પુરી શીયાળ સમજાવે કાગડો હસે. *** નાણી–તાણીને ખરીદેલું વાવ્યું બી – તણાયું પુરે. *** હાથનાં કર્યાં હૈયામાં વાગે – આંબા ઉતાવળના.  

યામિની વ્યાસની એક રચના : ‘તું મને એટલી બધી ગમે…’

તું મને કૈં એટલી બધી…   તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. તું મને….   વ્હાલનો દરિયો ઊછળે એવા જોજન જોજન પૂર હો પાસે તો મનને મારાં લાગે કાંઠા દૂર સાવ રે ખાલી મન,

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’ પર માણવાની તક સર્જકના આભાર

સમય આવી પુગ્યો છે, ભાષાદેવીની પ્રસ્થાપનાનો !!

માતાની જીભનો  અમૃતસ્પર્શ  આજે  અનુભવાતો લાગે,  તો કોઈ એને  મજાક ન માને એવું ઈચ્છું.   આજે હું  મારી ભાષાને, મારી માતાની ભાષાને – જે મેં ગર્ભકાળથી સાંભળ્યા કરી છે – – ને વહાલ કરું તો પણ કોઈ એને વેવલાવેડામાં ન ખપાવે એવી ઈચ્છા રાખું;   હું એવી મહેચ્છા

મારાં ભાષાકાવ્યો – ૩

આ ભાષા કહો, કોની ?! રસ્તાનો ચાલનાર બોલે, પંડીતજી, રસ્તાનો બોલનાર સાચો ! ભીડ્યાં કમાડ જરી ખોલે, શાસ્ત્રીજી, ભીતરની વાતને વાંચો  !……….પંડીતજી.   ગાંધીના દેશમાં રસ્તાનો ચાલનાર બોલે, તે સાચકલી બોલી, ભાષા-સમાજમાં મોંઘેરાં મુલ એનાં વાંચો ચોપડીયું ને ખોલી ! છેલ્લે બેઠેલાંનો પાટલો પહેલો, ઓ જ્ઞાની,

મારાં ભાષાકાવ્યો – (૧)

– જુગલકીશોર       (૧) શબદ ટેરવેથી  નીતર્યો, ઝીલ્યો  શબદ, ને ઘડીમાં નીખર્યો, ખીલ્યો શબદ.   કેટલું તપ હેમચન્દ્રોનું  ભગીરથ – ગુર્જરી–ગંગા બની રેલ્યો  શબદ.   પ્રાકૃતીએ   કેટલો  સેવ્યો  હશે – ગુર્જરી  થૈ વિશ્વભર ફેલ્યો શબદ.   દેવભાષા  દાદીમાને  વારસે  ને, માત પ્રાકૃત ખોળલે

ભાષાકાવ્યો – ૨

જુગલકીશોર   (૧) બે અફવાઓ !   અફવા નં. ૧ ભાષાના ગૌરવગાનની જાતરા કાઢ્યા બાદ એ બધા જ મહાનુભાવોએ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમેથી ઉઠાડી લેવાનો નિર્ણય કરી લીધો… છે…… અફવા નં. ૨ ગૌરવગાન કરતાં કરતાં કરાયેલા કેટલાક નિર્ણયોમાંનો એક નિર્ણય આવો પણ છે –  

માતૃભાષા પર એક નવા સર્જકની રચના : “હરિને અરજ”

હેમાબહેન રાવલનો પરીચય : વ્યવસાયે ગ્રંથાલય કર્મચારી. છેલ્લાં સોળેક વર્ષોમાં વિવિધ શૈક્ષણિક/સાર્વજનિક/વિશિષ્ટ સંસ્થાઓનાં ગ્રંથાલયો સાથે ગ્રંથાલય વ્યાવસાયિક તરીકે સંકળાયેલ. હાલ ઈડીઆઈમાં મદદનીશ ગ્રંથપાલ. મૂળ નાતો ભાષા અને સાહિત્યની સાથે. વિવિધ લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓ, સમૂહમાધ્યમો સાથે છેલ્લાં છવ્વીસેક વર્ષોથી હસ્તપ્રતલેખન/પ્રતપરીક્ષણ/સંપાદન, પ્રૂફવાચન, કૉપી એડિટિંગ, અનુવાદ તેમ

રમેશ પટેલની એક રચના : ‘આ ધરામાં કઈંક છે એવું…’

આ ધરામાં કઈંક છે એવું… જગપોથીઓ વાર્તા માંડે સાગર લાંઘી વિશ્વે ખૂલે આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું દે આવકારો દરિયા જેવો મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ હૈયું વરસે વાદળ જેવું આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું રંગોની છાબથી ધરતી ગાતી ગઢ તીર્થોને પાળીયે

સરયૂ પરીખની રચના : ‘પ્રેરણા’

સરયૂ પરીખ પ્રેરણા તું આવી, ને  રૂહમાં  સમાણી, એક કમનીય કવિતા લખાણી. મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી, હું ઊઠું, તો કેમ ઊઠું? નવા કાગળ કલમ મેં વસાવ્યાં, એને મધુરા કવનથી સજાવ્યાં. એ કોરા કાગળિયાની સ્યાહીને, હું ભૂસું, તો કેમ ભૂસું? મારા હૈયાના તારને હલાવી, એમાં ગણગણતાં

શ્રી કિશોર મોદીની એક વીશેષ રચના !

મુઠ્ઠી ખોલું, હાથ ઠાલા નીકળે (તો ?) એ રીતે દિવસો અમારા નીકળે (તો ?)   વ્યંજના વૈશાખી તેં દઈ દીધી, પણ, હે વિધાતા, આંસુ કોરાં નીકળે (તો ?)   અબઘડી ઇપ્સિત સુધી હું પ્હોંચું, પણ, સ્વપ્ન સહુ મારાં નગુણાં નીકળે (તો ?)   હા, પ્રતિબિંબો

ભરત ત્રિવેદીની રચના : “તુલસી ક્યારો”

શ્રી ભરત ત્રિવેદી તુલસી ક્યારો  વર્ષો પહેલાં અહીં આવ્યો ત્યારથી મારા આંગણામાં એક તુલસી ક્યારો ઉગાડવા મથી રહ્યો છું.   પણ હજી તેમ થઈ શક્યું નથી !   કેટકેટલે સ્થળેથી સારામાં સારો છોડ લાવીને તેને ઉછેરવામાં ક્યાં કશી કમી રાખી છે મેં !   ઘરના

સપના વિજાપુરાની રચના : “સપનું જોઈએ”

સપના વિજાપુરા સપનું જોઈએ જીવવાને એક સપનું જોઈએ એ જ સપનાં કાજ લડવું જોઈએ. હોય છે પીડા ઘણી આ પ્રેમમાં સૌએ એમાં તોય પડવું જોઈએ. છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર પણ ખુદાને રોજ નમવું જોઈએ. સુખ હજારો હોય તારી આસપાસ આંખથી આંસુય દડવું જોઈએ. યાદ

‘આતંકવાદ’નો સાદ !

ફુંકાઈ ચુક્યો વીશ્વમાં શો વાયરો – અસહાય પર તુટી પડે આ કાયરો ! ***** અનંત–ફેણી નાગ આ ફુત્કાર કરતા; બેઠેલ નેવે કાગ સહુ ચીત્કાર કરતા – આવી રહેલા કાળના આગમન તણો સંદેશ જાણે આપીને અવઘોષ કરતા !! ***** કાળોતરો આ નાગ શો આતંકનો ! દૈ

દેવિકા ધ્રુવની એક રચના : ‘દરિયાને થાય….’

દેવિકા ધ્રુવ દરિયાને થાય….   દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય, બનું દરિયો. કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..   મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે, સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે. ઉંચેરા વાદળની આંખ છે ધરા

વતનનો ઝુરાપો !!

(સૉનેટ : છંદ – પૃથ્વી)   હજીય ફરક્યાં કરે સ્મરણ કેટલાં પાંપણે, અનુરણન કર્ણને સતત રાખતાં જાગૃત; ત્વચાય અનુકંપનો અનુભવે શી રુંવેરુંવે ! સુગંધ તવ સ્નેહની થકી બની રહું આવૃત.   ગયાં વરસના બધા અનુભવોતણે તાંતણે રહ્યું છ અટકી બધું; સતત રાખતું ઝંકૃત. અહો, જરીક

સરયૂ પરીખની એક રચના : “નિમિત્તમાત્ર”

– સરયૂ પરીખ નિમિત્તમાત્ર કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે, કરી  મદદોને માનદ મનાવે, તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. ઉપકારોની  આરતી  ઘુમાવે, આપ સોહમ્ ની મૂરત બેસાડે, તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. હું હુલામણાને હરખે પોંખાવે, ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે, તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય. ‘એની’ કરુણા, ને હું એક સાધન, સર્વ સેવામાં સહજતાનું સૌજન, તો શૂન્ય પણ અમૂલ્ય

કૃષ્ણને એની બહેનનું સંબોધન…..

નંદપુત્રી અને કૃષ્ણ ! –જુગલકીશોર.   (ઉપજાતી)   સંતાન તું આઠમું દેવકીનું. તું બાળ ના, કાળ કરાળ કંસનો ! લાગ્યો હશે શો ભય કંસને કે હણ્યા બધા અગ્રજ દેવકીના ! તું આઠમો, અંતીમ; કાલસાક્ષાત્ કંપાવતો ભાઈ-બહેન બેઉને : મામાજીનો કંપ સ્વરક્ષણાર્થે, ને બહેન  કંપે તવ રક્ષણાર્થે

મારા બે દુહા !

સરવર કાદવને કહે, હું તારા થકી કુરુપ; કમળ ખીલવી કાદવે, સરવર કીધું ચુપ !   દીવાસળી દીવો કરે, કરે જાતને ખાક; બીડી દીવો હોલવે, કરે મસાણે રાખ !! – જુગલકીશોર 

એક ગરીબનું જીવન–ચક્ર !!

– જુગલકીશોર.   શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા, ઉનાળે તાપમાં મર્યાં. દીવસોના દીવસો લગ વેઠ્યું કરીને હવે વૈતરણી આખરે તર્યાં.   છાપરાંની ચાયણીથી ગળતી રહી વેદના, ને                   મળતી રહી એક પછી એક – આપદાયું; છેવટ તો અબખે પડી ને પછી                      આંગણીયે ગોઠવાઈ છેક

અધૂરપ

— સરયૂ પરીખ અધૂરપ    મારા ભાગ્યમાં કેટલું રે સુખ ! મારી ઝોળીમાં જેટલું ઝીલી શકું. સુખ-મંજરીનો છમછમ વરસાદ, ખોળો પાથરી જે પ્રેમથી ભરી શકું. સપ્તરંગે સજેલ મેઘધનુને ઉચાટ, વધુ રંગોને મેળવું તો લાગું સમ્રાટ. સતત અંતરમાં અરજી કચવાટ, વધુ માંગણીનો તત્પર તલસાટ. સૂરજમુખી કહે

‘સર્વાનાં પ્રીય અશોક’ મોઢવાડિયાને જન્મદીવસે કાવ્ય–ભેટ !!

– જુગલકીશોર.   ત્યાં હોય ના શોક કશો– અશોક જ્યાં; જ્યાં સ્નેહને રોક ન કો’– અશોક ત્યાં.   વ્યાપાર–વિદ્યા  સહુ   સાથ સાથ હો, એ સ્થાન જો કોઈક હો, અશોક  ત્યાં.   જ્યાં  ગીરની ને  ગિરનારની બધી વાતો તણું સ્થાનક હો, અશોક ત્યાં.   કો આંગણું

મારું સૌથી પહેલું ‘કાવ્ય’ અને તેનો અનુભવ !!

તા. ૨૬, ૧૧, ૬૧ના રોજ ગારીયાધાર તાલુકાના રુપાવટી ગામે સમી સાંજના મન–મગજમાં કશી હલચલ થતી અનુભવી ! આ એક નવો જ ભીતરી અનુભવ હતો. રોજીંદા ક્રમાનુસાર કેટલાંક કાવ્યો વાંચતો હતો. એમાં શીખરીણી છંદનું એક કોઈ સર્જકનું કાવ્ય મનમાં હતું, જેમાં એમણે કશુંક બનવાની મહેચ્છા પ્રગટ

રાજપક્ષીઓ !!

નટવરલાલ પ્ર. બુચ નોંધ : પુરેપુરું તો યાદ નથી પણ કાલીદાસના મહાકાવ્ય ‘શાકુંતલ’માં વનમાં દોડાદોડી કરતાં હરણાંનું વર્ણન આવે છે. હરણ જ્યારે દોડતું હોય ત્યારે સમયની દૃષ્ટીએ જમીન પર એક ક્ષણ પુરતું અડકીને પછી હવામાં થોડો વધુ સમય રહેતાં હોય તેવું લાગે…..કાલીદાસની પંક્તીઓમાં આ વર્ણન

“રાજવીઓને તો શોભે” –

છાતી કરતાં વધતું રહે પેટ, એ ખાવાની, – ના પચાવી શકવાની – નિશાની. વિશાળતા ખપે હૃદયની સદા, – ન પેટની કદા. પેટ તો શોભે ગણપતિને, – ન ગાદીપતિને. રાજવીઓને તો શોભે – વચન પળાવતી જીભ; બધે પહોંચી વળતા પગ; સતત સહાયતત્પર હસ્ત; ને વિશેષ તો

જઠરાગ્ની–કાવ્યો (૩)

એ જઠરાગ્ની દીવ્ય ! છંદ ; ઉપજાતી (પરંપરીત) –––––––––––––––––––––––––––––––––– ભુખ્યાંજનોનો જઠરાગ્ની એક દી’ બની જશે યજ્ઞની વેદીમાં રહ્યા ભભુકતા અગ્ની સમો – ‘સમિધો’ એ માગશે, વીશ્વસમસ્તમાં છુપાં સંપત્તીઓના સહુ લૉકરોનાં !   ને યજ્ઞની ભસ્મ બધે – બધે જ હા – ફેલાવીને વીશ્વખુણેખુણે શો પાવીત્ર્યની