ચીરાગ પટેલની એક રચના

પ્રણય  સખી, અન્ધારે પ્રગટાવે દીવડા અનેરા; જગવે આતમે પ્રેમના રોમાંચ અનેરા. દુનીયા આથમે, ઉગતી ત્યારે સહીયર; વીસામો મોટા છાંયે, હોય પોતે મહીયર. ધર્યા ભેખ સંસારના, ચાલ્યો કર્તવ્યપથ; માંહ્યલો જાણે ‘મા’નો જ સાચો એક પથ. હસતું રમતું ફુલ જાણે પ્રગટાવે બધે સ્મીત; જળકમળવત ખીલતું, અપનાવી એક

પ્રાદેશીક શબ્દોની તાકાત દર્શાવતું શ્રી કિશોર મોદીનું કાવ્ય

વટથી તરવી છે  વાત અંદરની  બધ્ધીયે વાંચી છે, હાવ ફેદર હરખી  હઘળી તાજી છે.  કોઈનાં  કંઈ  ટાયલાં કરવાં  નથી, જાત  હામે આંચ  એવી  કરવી છે.  કૂંદવા  પર  બેહીને   ભહવું નથી, જુંહરી ખાંધે  જુઓને    લાખી  છે.  ગાંગડું માણહ થેઈને હું કરવાનું છે? આપમેળે કાં કોઈ અણચી

‘હાઈકુ-રશ્મિ’ને કાકાસાહેબ કાલેલકરના બે પત્રો

કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ. {સંસ્કૃતિ-ફેબૃઆરી, ૧૯૬૭માંથી સાભાર} રાજઘાટ, નવી દિલ્હી. તા.૨૨-૨-૬૬.  પ્રીય ઝીણાભાઈ, તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનિયા’એ (સ્નેહરશ્મિનો  હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચિત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ. કશ્મિરના મમ્મટે ‘અનલંકૃતિ પુનઃક્વાપિ’ કહીને

માનનીય શ્રી બાબુ સુથારની કલમે “પુસ્તકોનો હિંસાચાર !”

નોંધ : શ્રી બાબુભાઈ સુધારનું નામ ગુજરાતીજગતમાં ખાસ કરીને ભાષાવિજ્ઞાની તરીકે બહુ જાણીતું છે. વૈશ્વિક ગુજરાતી સમાજ તેમના અગાધ ઊંડા અભ્યાસોથી સુપરિચિત છે. ફેસબુક ઉપર એમનાં ભાષા વિષયક લખાણોએ ભાષાશુદ્ધિ અંગે વાતાવરણ ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એમનો પુસ્તકો અંગેનો એક લેખ પુસ્તકોની એક

મિહિર નામે એક જણ –

આજે એક અલગારીની રખડપટ્ટી અને આખરે તેણે પોતાને ગંતવ્યે પહોંચીને આદરેલી કામગીરી – એ બન્નેની વાત એક સાથે મુકી રહયો છું. મિહિર પાઠક એનું નામ. નાનપણથી જ એને શીક્ષણક્ષેત્રે કશુંક નવું કરવાની ધખના. ફોર્મલ એજ્યુકેશનમાં શક્ય તેટલા ફેરફારો કરીને ઘણે અંશે બુનીયાદીને મળતું આવે એવું

યામિની વ્યાસની એક રચના : ‘તું મને એટલી બધી ગમે…’

તું મને કૈં એટલી બધી…   તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. તું મને….   વ્હાલનો દરિયો ઊછળે એવા જોજન જોજન પૂર હો પાસે તો મનને મારાં લાગે કાંઠા દૂર સાવ રે ખાલી મન,

પરચુરણની તંગી ને ભોજુ.

ધનસુખ ગોહેલ. એ વખતેસ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર ની ભાવનગર, દરબારગઢ શાખા ને હેડ ઓફિસ સાથે જ બેસતા. ભોજુ આમ તો સાવ સામાન્ય માણસ. સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની હેડ ઓફિસ ને દરબાર ગાઢ શાખાનો નાનો કે મોટો કર્મચારી એક પણ એવો ના મળે કે જે ભોજુને

“બાપા, અમે શીંગડા માંડતાં શીખવીએ છીએ.” : દર્શક

પ્રવીણ, કે, મકવાણા,   મનુભાઈને કોઇક વાર વિદ્યાર્થીના વાલી પૂછતા : “મારા દીકરાને નોકરી મળશે ?” આ વાત સાંભળી મનુભાઈ રોકડુ પરખાવી દેતા, “મળે પણ ખરી, ન પણ મળે; અમે કાંઇ નોકરી માટે ભણાવતા નથી.” “તો પછે એમ શું કામ ભણે ? ખેતી તો અમારા

માતૃભાષા પર એક નવા સર્જકની રચના : “હરિને અરજ”

હેમાબહેન રાવલનો પરીચય : વ્યવસાયે ગ્રંથાલય કર્મચારી. છેલ્લાં સોળેક વર્ષોમાં વિવિધ શૈક્ષણિક/સાર્વજનિક/વિશિષ્ટ સંસ્થાઓનાં ગ્રંથાલયો સાથે ગ્રંથાલય વ્યાવસાયિક તરીકે સંકળાયેલ. હાલ ઈડીઆઈમાં મદદનીશ ગ્રંથપાલ. મૂળ નાતો ભાષા અને સાહિત્યની સાથે. વિવિધ લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓ, સમૂહમાધ્યમો સાથે છેલ્લાં છવ્વીસેક વર્ષોથી હસ્તપ્રતલેખન/પ્રતપરીક્ષણ/સંપાદન, પ્રૂફવાચન, કૉપી એડિટિંગ, અનુવાદ તેમ

રમેશ પટેલની એક રચના : ‘આ ધરામાં કઈંક છે એવું…’

આ ધરામાં કઈંક છે એવું… જગપોથીઓ વાર્તા માંડે સાગર લાંઘી વિશ્વે ખૂલે આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું દે આવકારો દરિયા જેવો મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ હૈયું વરસે વાદળ જેવું આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું રંગોની છાબથી ધરતી ગાતી ગઢ તીર્થોને પાળીયે

સરયૂ પરીખની રચના : ‘પ્રેરણા’

સરયૂ પરીખ પ્રેરણા તું આવી, ને  રૂહમાં  સમાણી, એક કમનીય કવિતા લખાણી. મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી, હું ઊઠું, તો કેમ ઊઠું? નવા કાગળ કલમ મેં વસાવ્યાં, એને મધુરા કવનથી સજાવ્યાં. એ કોરા કાગળિયાની સ્યાહીને, હું ભૂસું, તો કેમ ભૂસું? મારા હૈયાના તારને હલાવી, એમાં ગણગણતાં

શ્રી કિશોર મોદીની એક વીશેષ રચના !

મુઠ્ઠી ખોલું, હાથ ઠાલા નીકળે (તો ?) એ રીતે દિવસો અમારા નીકળે (તો ?)   વ્યંજના વૈશાખી તેં દઈ દીધી, પણ, હે વિધાતા, આંસુ કોરાં નીકળે (તો ?)   અબઘડી ઇપ્સિત સુધી હું પ્હોંચું, પણ, સ્વપ્ન સહુ મારાં નગુણાં નીકળે (તો ?)   હા, પ્રતિબિંબો

ભરત ત્રિવેદીની રચના : “તુલસી ક્યારો”

શ્રી ભરત ત્રિવેદી તુલસી ક્યારો  વર્ષો પહેલાં અહીં આવ્યો ત્યારથી મારા આંગણામાં એક તુલસી ક્યારો ઉગાડવા મથી રહ્યો છું.   પણ હજી તેમ થઈ શક્યું નથી !   કેટકેટલે સ્થળેથી સારામાં સારો છોડ લાવીને તેને ઉછેરવામાં ક્યાં કશી કમી રાખી છે મેં !   ઘરના

સપના વિજાપુરાની રચના : “સપનું જોઈએ”

સપના વિજાપુરા સપનું જોઈએ જીવવાને એક સપનું જોઈએ એ જ સપનાં કાજ લડવું જોઈએ. હોય છે પીડા ઘણી આ પ્રેમમાં સૌએ એમાં તોય પડવું જોઈએ. છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર પણ ખુદાને રોજ નમવું જોઈએ. સુખ હજારો હોય તારી આસપાસ આંખથી આંસુય દડવું જોઈએ. યાદ

દેવિકા ધ્રુવની એક રચના : ‘દરિયાને થાય….’

દેવિકા ધ્રુવ દરિયાને થાય….   દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય, બનું દરિયો. કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..   મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે, સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે. ઉંચેરા વાદળની આંખ છે ધરા

શ્રેણી : ઝાડનાં પારખાં ફળ પરથી (૧)

ગુજરાતના એક શીક્ષણસંકુલની અદભુત કથા !!  અમારા કુટુંબમાં મારા બાપુજીના મામા અભણ. ઘેટાં-બકરાં ચારતાં ચારતાં વગડેથી ભાગીને ધાબળો વીંટી, બાકીનાં લૂગડાં નાખી દઈ, બાવા થઈ ગયેલા. વર્ષો પછી તેઓ ઉઘાડા શરીરે એક વસ્ત્ર ઉપર અમારા નેસમાં આવેલા. મારા બાપુજીના આગમન સમયે નેસમાં સૌ તેમને પગે

દર્શકનો મહામુલો ગ્રંથ : “સદ્‌ભિઃ સંગઃ”

– શ્રી વિનોદભાઈ જોશી ‘સદ્‌ભિઃ સંગઃ’ જાહેર જીવનની અનુભવકથા જ નહિ પણ એક મૂલ્યવાન ગ્રંથ વર્તમાન અને આવનારી પેઢી સામે ઊભેલા અનેક પડકારો પૈકી મહત્ત્વના અને અનુપેક્ષ્ય ગણાય તેવા કેટલાકનું એક ચોક્કસ સમયસંદર્ભમાં પ્રવર્તેલું મૂલ્ય-આંદોલન અહીં સચ્ચાઈની ભોંય પર આલેખાયું  છે. આજની તારીખે પણ અનેક

માધ્યમ–માન્ય મનદુ:ખો !!

‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’                                                    –યોગેન્દ્ર્ વ્યાસ હજુ ગયે અઠવાડીયે જ એક ગમખ્વાર કીસ્સો બન્યો. જો કે અખબારો એને ગમખ્વાર માને નહીં તેથી કોઈ છાપાંએ એ ચમકાવ્યો લાગતો નથી. એમ તો સવારમાં શ્રી નારાયણભાઈમુખે ગાંધીકથા શ્રવણ કરી હોય અને બપોરે એક જોડ ખાદીવસ્ત્ર ખરીદવાની પ્રતીજ્ઞા કરીને

મારી વેબસાઈટ ‘MATRUBHASHA’ને મળેલા “બે બોલ”

  પ્રજ્ઞાદીદી :  તમારી અંદર અનંત શક્તિ છે તેનું ધ્યાન ધરો , તેને ભજો . આધ્યાત્મ નો અર્થ જ તમારી પોતાની ઓળખાણ છે. સંસારના અંધ વિશ્વાસ કે ખોટા વિચારમા ન પડો .એક કાર્યશૈલી બનાવો અને સતત जागृति થી તેના પર અમલ કરો. રોજ ચોક્કસ સમયે તમારા કાર્ય કરો

થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને રક્તદાન

– પ્રવીણભાઈ કે મકવાણા મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓ માટે  સમસ્યા વર્ણન – મારી આંગણકા શાળાના વિદ્યાર્થીને એક વાર તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે આ ભંયકર રોગના નિવારણ માટે રક્તદાન એ જ ઉકેલ છે. કારણ કે આરોગ માટે રક્ત ચડાવવું જરૂરી છે. આથી મને થયું કે

સરયૂ પરીખની એક રચના : “નિમિત્તમાત્ર”

– સરયૂ પરીખ નિમિત્તમાત્ર કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે, કરી  મદદોને માનદ મનાવે, તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. ઉપકારોની  આરતી  ઘુમાવે, આપ સોહમ્ ની મૂરત બેસાડે, તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. હું હુલામણાને હરખે પોંખાવે, ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે, તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય. ‘એની’ કરુણા, ને હું એક સાધન, સર્વ સેવામાં સહજતાનું સૌજન, તો શૂન્ય પણ અમૂલ્ય

શિક્ષણ અને સમાજની અપેક્ષાઓ

સારાંશ : શિક્ષણનું કામ છે સારા માણસો બનાવીને સમાજને આપવા અને સમાજમાં નવીન વિચારસરણી દ્વારા યોગ્ય નાગરિકોનું ઘડતર કરવું. આથી જ શિક્ષણવિદ રણછોડ શાહ કહે છે કે કોઇ પણ વ્યક્તિને પોતાના સારા કામની નોંધ ગમે છે. વધુ સારા કામને પ્રોત્સાહન મળવું જોઇએ. સમાજને કંઇક પ્રદાન

ભગવાન દાદા પગી

ધનસુખ ગોહેલ   આ વખતે તો નક્કી કર્યું હતું  કે ભાવનગર જાઉં ત્યારે ભગવાન દાદાના ઘરે જવું જ ને ભગવાન દાદાને મળવું. એવામાં મારે ભાવનગર જવાનું થયું ને મને અનાયાસે ભગવાનદાદાના ઘરે જવાનો મોકો મળી ગયો. આ ભગવાનદાદા એ કોઈ નહિ પણ ૧૯૭૨માં સરદારનગર, લીલાશાહ

કન્યા કેળવણી : એક શાળાઆચાર્યના અનુભવો

પ્રવીણ કે. મકવાણા વિનોબાજી કહેતા કે છોકરાઓ કરતાં પણ અધિક જ્ઞાનની જરૂર છોકરીઓને છે. કેમ કે છોકરાઓ મોટા થયા પછી મહેનતમજૂરી કરશે, અનાજની પેદાશ વધારશે, પણ છોકરીઓને તો માણસની પેદાશ વધારવી પડે છે. સ્ત્રીઓ બાળકોનો વિકાસ કરશે અને બાળકોનો વિકાસ કરશે એટલે રાષ્ટ્રનો વિકાસ સાધશે.

મીત્રોને લખેલા પત્રોના પડઘાઓનો સંગ્રહ : ‘પ્રતિભાવો’ !!

આજે ધખધખતા તાપના સમયે જ કુરીયરવાળાએ આવીને એક પાર્સલ આપ્યું. મુંબઈના આ મોટા પરબીડીયામાં સુંદર મજાનાં, આકર્ષક બીજાં બે પરબીડીયાં નીકળ્યાં ! આ બન્નેમાંના એકમાંથી સામયીક અને લેખ મળ્યાં તો બીજામાંથી નીકળી એક બુક. પણ ચોપડીને ખોલવાની જગ્યા દેખાઈ નહીં. થોડી વારે ખબર પડી કે

શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!

– જાદવજી કાનજી વોરા ચુનીલાલભાઈ અમારા ગામના એક સજ્જન માણસ. ઉંમર 65 આસપાસ.  સંપ્રદાયના સક્રિય કાર્યકર હોવાથી સંપ્રદાયના જ કામકાજ માટે કચ્છમાં ગયા હતા. રાતના દશેક વાગ્યા સુધી તો સંઘના અન્ય કાર્યકર્તાઓ સાથે સંઘ બાબત ચર્ચાઓ કરતા હતા. રાતના બે વાગ્યે ઓચિંતો દુખાવો ઊપડ્યો. ઘરગથ્થુ

અધૂરપ

— સરયૂ પરીખ અધૂરપ    મારા ભાગ્યમાં કેટલું રે સુખ ! મારી ઝોળીમાં જેટલું ઝીલી શકું. સુખ-મંજરીનો છમછમ વરસાદ, ખોળો પાથરી જે પ્રેમથી ભરી શકું. સપ્તરંગે સજેલ મેઘધનુને ઉચાટ, વધુ રંગોને મેળવું તો લાગું સમ્રાટ. સતત અંતરમાં અરજી કચવાટ, વધુ માંગણીનો તત્પર તલસાટ. સૂરજમુખી કહે

હાથનાં મોજાં – એક અવલોકન

– સુરેશ જાની આમ તો રોજ વાસણ સાફ કરતી વખતે હું રબરનાં મોજાં હાથ પર ચઢાવતો નથી. એવી બધી નજાકત તો આંગળીઓની કુમાશ માટે જાગરૂક એવી મારી દીકરીની ચીવટ ! પણ તે દીવસે મારે એ ચઢાવ્યા વીના છુટકો જ ન હતો. કામ કરતાં જમણા હાથની

સ્કૂલ મૅનેજમેન્ટ : વાલી-સમાજ સહયોગ

શ્રી પ્રવીણ કે. મકવાણા સાર સંક્ષેપ : કેળવણી સમાજની જરૂરિયાતોને સંતોષે છે. સમાજની અપેક્ષાઓ અને માંગને પહોંચી વળવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શાળાને લીધે સમાજ ઘડાય છે. સમાજ વડે શાળા ચાલે છે. સમાજની જરૂરિયાતો શાળા સંતોષે છે. સમાજના આદર્શ નાગરિકોનું ઘડતર થાય છે.

મકરંદ દવેની રચનાનું રસદર્શન : મીરાં ભટ્ટ

અમ્મે તો એટલું જાણ્યું – મકરંદ દવે / રસદર્શન : શ્રી મીરા ભટ્ટ ––––––––––––––––––––––––––––––––––––––––––– અમ્મે તો એટલું જાણ્યું, જીવણજી !                 અમ્મે તો એટલું જાણ્યું, આ રે મારગડે આવી ચડયું તે                 મોજીલી ચાલે માણ્યું – જીવણજી. મોટા મોટા મનસુબા કર્યા       એના પાયામાં રહીં