about us

વહાલાં વાચકો !

દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને !

આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી…….

પરંતુ હવેથી, એટલે કે મારા દસ વરસના અનુભવ પછી, આ એક નવી સાઈટ દ્વારા નવા સરનામા http://www.jjugalkishor.in/ પર આપણે સૌ એકબીજાને મળી શકીશું !!

આજે આપ સૌ સમક્ષ એક સાથે કેટલીક નવી વાતો લઈને ઉપસ્થીત થયો છું.

૦૦  મારા બ્લૉગની જગ્યાએ આજથી મારી નવી સાઈટ “MATRU-BHASHA” એની સાર્થક ટૅગ લાઈન

“स्वान्त: सुखाय, जन सर्व हिताय, निर्झरी :

भाषा – अमारी सहुनी सहियारी – गुर्जरी !”  દવારા પ્રગટ થઈ રહી છે ! 

૦૦  કદાચ જુના સરનામે આપ જશો તો ત્યાંથી જ સીધા ઉપરોક્ત સાઈટ પર આવી શકાશે.

૦૦ આ નવીસાઈટ પર મારાં એકલાનાં લખાણો જ નહીં હોય ! આ સાઈટ પર જે કોઈ વાચક–લેખક–બ્લૉગર પોતાની રચના મુકવા ઈચ્છશે તેમને પણ એમને માટે જ ખાસ યોજાયેલા કેટેગરી વીભાગમાં એમનું લખાણ “જેમનું તેમ” ધોરણે પ્રગટ કરવા માટે સસ્મીત, સાગ્રહ નીમંત્રણ રહેશે……!!

૦૦  આ નવી સાઈટ પર ફક્ત લખાણો જ નહીં હોય પરંતુ આપ સૌના પરીચીત એવાં –

સંસ્થાઓ,

વ્યક્તીઓ,

બ્લૉગો,

પુસ્તકો,

કાર્યક્રમો,

ગામ–શહેરો,

વીસ્તારો વગેરે વગેરે બધાં અંગેનાં –

પરીચયો,

અહેવાલો,

મુલાકાતોનાં ઓડીયો–વીડીયો –

આ બધું આપ સૌ આપના નામ સાથે મોકલી શકશો !!!

૦૦  આ સાઈટ પર નીયમીત રીતે આ બધું પ્રગટ થતું રહેશે. જેમાં મારાં લખાણો ઉપરાંત આપ સૌનાં પણ લખાણો વગેરે સમયસમય પર પ્રગટ થતાં રહેશે…. 

આ પત્ર આપ સૌને એક નવી જાણકારી આપવા ઉપરાંત સસ્નેહ નીમંત્રણરુપ પણ છે.

આશા છે, આ નવો પ્રારંભ આપ સૌની શુભેચ્છા સાથે કોઈ અવનવીન કાર્યવાહીને આગળ ધપાવવામાં પ્રેરણારુપ અને મદદરુપ બની રહેશે.

આપનો, – જુ.

 

 

15 comments

 1. નવીન સાહસ અને તેની ધડાકાબંધ સરપ્રાઈઝ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

 2. આજે MATRU-BHASHAની વિગતે મુલાકાત લીધી છે.

  આ નવપ્રયાણના હેતુઓને ધાર્યાથી વધારે સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

 3. આપ જેવા મિત્ર પ્રગતિ કરે તેમાં અમારી ખુશી શામિલ હોય જ , જુગલકિશોરભાઈ! અભિનંદન!
  ‘માતૃભાષા’ માટેનો આપનો ત્વરિત નિર્ણય આશ્ચર્યજનક લાગ્યો, પણ સાચે જ ખુશી આપી ગયો.
  ફરી એક વાર, અભિનંદન અને શુભેચ્છાઓ!

 4. मारा वीचारो जणांववा हुं थोडोक मोडो जरुर पड्यो. देशमां घणां नोट बदलवा लाईनमां उभा हता ए हीसाबे मारो नम्बर जल्दी आवी गयो…

 5. જુગલકિશોરભાઈ,
  બ્લોગનું નામ “માતૃભાષા” વાંચીને બ્લોગની મુલાકાત તો લીધી, પણ ક્ષમા કરજો: ખૂબ જ દુખ થયું.
  “માતૃભાષા”નું નામ તો અતિ ખરાબ થાય જ છે, પણ ખરેખર આખા બ્લોગમાં આનેક જગ્યાએ ચલાવી જ શકાય તેવી અઢળક ભૂલો છે. લીપિ હિન્દી કે ગુજરાતી પણ આટલી ભૂલો તો કેવી રીતે ચલાવી શકાય ? અને તેમાં પણ “માતૃભાષા”ના નામે ??? ખરેખર શરમજનક લાગે છે….. જુગલભાઈ, કૃપા કરીને અક્ષરાંકન સારું થાય તે અતિશય જરૂરી છે. આપ માઠું ના લગાવશો પણ આટલું ખરાબ કામ તમે કેવી રીતે ચલાવી લીધું ? આપણે ગુજરાતીઓ થઈને આ રીતે ભાષાની કતલ થવા દઈએ તે આપના માટે શરમજનક્ક છે……
  ફરીને કહું છું……. જરા પણ માઠું લાગે તો ક્ષમા કરજો,,,,,, અને ક્યાંય પણ આપનો કોઈ સંપર્ક માટેનો નંબર પણ નથી, એટ્લે જ અહિયાં લખવું પડયું.

 6. * ચલાવી ના શકાય તેવી ભૂલો……….

  1. માનનીય શ્રી,

   આપને નમ્રતાપુર્વક જણાવવાનું કે હું છેલ્લાં આઠેક વરસથી સાર્થ જોડણીકોશના નીયમો મુજબ ભાષાનું યથાશક્તી શીક્ષણકાર્ય કરું છું….પરંતુ અમે લોકો પોતાનાં લખાણોમાં એક જ ઈ દીર્ઘ ઈ અને એક જ ઉ હ્રસ્વ ઉ વાપરીએ છીએ. મારું કાર્ય માતૃભાષાનું જ છે જે મારા સૌ કોઈ મીત્રો જાણે છે. હું કોઈના નામની જોડણી પણ ખોટી કરતો નથી…ઘણા મીત્રોના બ્લૉગ પર ભુલો બતાવી ને સુધારા સુચવ્યા છે. પરંતુ હું મારાં મૌલીક લખાણો ઉપરોક્ત રીતે જ એક ઈ–ઉમાં જ લખું છું……મારી આ રીત મીત્રોએ ક્ષમ્ય ગણી છે.

   આપનો ભાવ સમજી શકું છું. પણ ગુજરાતીના નીયમોની ારાજકતાને કારણે અમે લોકો આ રીત અપનાવી બેઠાં છીએ….ગુજરાતીના બહુ મોટા ગજાના ભાષાવીજ્ઞાનીઓએ અમને આ શીખવ્યું છે. આપનો આભાર માનીને અહીં અટકું. (આપના પોતાના લખાણમાંની કેટલીક ભુલો પ્રત્યે આપનું ધ્યાન ગયું ન હોય તો જોઈ જવા વીનંતી અને વંદન સાથે – જુ.)

 7. સ્નેહીશ્રી જુગલભાઈ,
  તમારો ખુલાસો જાણીને અતિ આનંદ થયો. હું આપને નમસ્કાર કરું છું.
  ખરેખર અહિયાં કોઈ નિંદા કરવાનો મારો જરા પણ હેતુ ના હતો.
  અને છતાં આપને કશું દૂ:ખ થાય તેવું થયું હોય તો ક્ષમા કરશો.

  તમે ખૂબ વિચારી ને જ નિર્ણય લીધો હશે પરંતુ મને લાગે છે કે જો બંને ઈ અને ઉનો ઉપયોગ થાય તો વધારે યોગી થાય.

  1. ભાષાપ્રેમી એકબીજાની વાતથી દુખ ન જ લગાડે. તમારું લખાણ મને મારા વીચારો વ્યક્ત કરવા માટે પણ ઉપયોગી થયું ગણાય…..મારા વાચકો દસ વરસથી મને વાંચે છે….વચ્ચે ઉહાપોહ થયેલો પણ તે તો અમારા કેટલાક સાથીઓના અત્યાગ્રહે કરીને ! સાતેક વરસથી તો હું ભાષા જ શીખવું છું તેથી સૌનો પ્રેમ ઉલટાનો વધતો ગયો છે. કેટલાંય વાચકો મારા છંદોના પાઠો પછી છંદોબદ્ધ કાવ્ય્ો રચતાં થયાં છે ! ઘણાંયે પોતાના બ્લૉગ પર ભુલો સુધારવાની શરુઆત કરી છે…..ને જ્યારે પણ જરુર પડે ત્યારે ભાષા બાબતે મને જ પુછતાં રહે છે…..

   આપને જણાવવાનું ગમશે કે આપ શાંતીથી સાર્થ જોડણીકોશમાં આપેલા ૩૩ નીયમો જોઈ જશો. સૌથી પહેલો નીયમ જ એવો છે કે વીદ્યાર્થીને ગુજરાતી વીષય લેવો જ ન ગમે !! પણ આમ કહીનેય હું આપને મારા વીચારોનો ભાર આપવા માગું નહીં. આપે મારા ખુલાસાને માન્ય રાખ્યો તેનો અનહદ આનંદ છે. આપના છેલ્લા વાક્ય બાબતે એટલું જ કહીશ કે મારી સાઈટ પર મેં જાણી જોઈને મારા સીવાયનાં સૌનાં લખાણો સાર્થ જોડણીકોશ મુજબ જ રાખવાનું નક્કી કર્યું છે…..આશા છે આપ પણ આપના વીચારો સાઈટ માટે મોકલતા રહેશો….

   મારો ઈમેઈલ jjugalkishor@gmail.com / whatsapp : 9428802482 છે.

   ભાષા માટેના સ્નેહ બદલ આભાર સાથે – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *