પતંગાબાદને એક છાપરેથી !

અમદાવાદને આ પતંગાબાદ નામે બોલાવવાનું રાખી શકાય. પણ અમદાવાદ તો બીજાં અનેક નામે બોલાવવા લાયક રહ્યું જ છે એટલે એને ફક્ત પતંગ સાથે જોડી રાખીને બાકીની બાબતોને કોરાણે થોડી મુકી દેવાય છે ? છતાં હજી ગઈ કાલે જ ગયેલી પતંગાઈને સાવ એમનેમ જાવા દઈએ તોય ખોટું કહેવાય. એટલે આ લેખ પુરતું તો આ – ગુજરાતનું સૌથી મોટું ગામ “પતંગાબાદ” જ ભલે રહે. વહેલી સવારથી જ ધાબાયન આરંભાઈ જતું હોય છે. શીયાળાની ઠંડક ને ક્યારેક તો સુસવતો પવન ધાબે જવા આનાકાની કરાવે તોય છોકરાં તો એનો પતંગી સાજસામાન લઈને ધાબે ચડી જ જવાનાં…..અમારા જેવાંઓએ તો એ લોકોની ચહલપહલમાં જ સંતોષાનંદ ભોગવી લેવાનો

આપણી ‘ગ્રીડસ’ દ્વારા અમદાવાદમાં એક સરસ કાર્યક્રમ ૨૭ જાનેવારીએ

“ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ” (GRIDS) સંસ્થા અંગે અહીં આ પહેલાં લખી ચુક્યો છું. દેશપરદેશનાં લેખકોની રચનાઓને પ્રગટ કરીને ગુજરાતીભાષાનું હીર સૌમાં ઝગમગાવવાની નેમ રાખીને કાર્યરત આ સંસ્થા શ્રી બળવંતભાઈ જાનીના નેતૃત્વે અત્યારે પુસ્તકોના પ્રકાશનમાં વ્યસ્ત છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં પાંચ પુસ્તકો (જુઓ અહીં નીચે મુકેલો લેખ) પછી આ માસની ૨૭મીએ બીજાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પુસ્તકોનાં લેખિકા છે રેખા પટેલ જેમનાં કાવ્યોમાંથી એકને આ જગ્યાએ મુકેલું….(જુઓ, નીચેનો બીજો લેખ). પરદેશ વસતાં ગુજરાતીઓને સાથે રાખીને બળવંતભાઈએ ઉપાડેલા આ મહાકાર્યની ઝાંખી કરવાનો લહાવો ૨૭મીએ લઈ શકાશે ! જુઓ આ આમંત્રણ–કંકોત્રી !! માતૃભાષાનાં ‘બળ’ અને ‘પ્રતાપ’ની અનોખી

સારા કામને સૌનો સહયોગ !!

લોકભારતી, આંબલા, મણાર ગ્રામદક્ષિણામૂર્તિના સૌ વિદ્યાર્થીઓ–કાર્યકરોને (તથા નઈ તાલીમ સાથે સંકળાયેલાં સૌ કોઈને) આ પેજ ‘લોકશિક્ષણ’ https://www.facebook.com/Lok-Shikshan-139744403316125/ ને follow કરવા વિશેષ વિનંતી છે. આપના સંપર્કમાં હોય તેવા અન્યને પણ જણાવવા વિનંતી. – જુ.

દાવડાજી મારે આંગણે… …

નોંધ : સમગ્ર નેટજગતમાં એક બ્લૉગજગત પણ વસે છે. કેટલાંક સામાજીક માધ્યમોની માફક ભલે, ધમધમતું તે નહીં હોય પરંતુ બ્લૉગજગત લેખકો–વાચકો માટેનું એક બહુ મોટું સંપર્કસ્થાન બની રહ્યું છે. અહીં બહુ ફેંકાફેંકી ચાલતી નથી. કેટલાક લેખકો પોતાની ઉર્મીને અહીં વહાવીને સંતોષ લે છે તો કેટલાક અગત્યની માહીતી પ્રગટ કરતાં રહીને વર્તમાન જ નહીં પણ ભવીષ્યના વાચકો માટે એક સંગ્રહ તૈયાર કરી રહ્યાં છે. ભાષા, સાહીત્ય અને માહીતીસંગ્રહો એમ ત્રણ મુખ્ય ભાગો પાડીને કહીએ તો આ બ્લૉગજગતમાં છેલ્લાં બારેક વર્ષોથી અઢળક પીરસાયું છે…… કેટલાક નીષ્ઠાવાન બ્લૉગ/સાઈટ પ્રકાશકોની કામગીરી ધ્યાન ખેંચનારી હોય છે. આવી કેટલીક પ્રવૃત્તીઓને શક્ય તેટલી પ્રકાશમાં લાવવાની જરુર, જરુર

ડાયરીનું એક પાનું – (૨)

તા. ૦૬, ૦૧, ૨૦૧૮ નવું વરસ બેસી ગયું. ગયા નવેમ્બરમાં આ જગતમાં પદાર્પણ કર્યાંને ૧૧ વરસ થઈ ગયાં ! કેટકેટલા અનુભવો, કેટકેટલા સહયોગીઓનો સાથ, ભાષાસાહીત્યને લગતા કેટકેટલા પ્રયત્નો–પ્રયોગો……પાછું ફરીને જોતાં ડોક દુખી જાય એવું છે. અહીં પગલું મુક્યું ત્યારે ફોન્ટનાંય ઠેકાણાં નહોતાં. ગુજરાતી ફોન્ટને યુનીકોડસ્વરુપ મળ્યું નહોતું ત્યારે જે લખાતું તે કેવું દેખાતું હતું ?! આજની જેમ બ્લૉગની પ્રવૃત્તી હાથવગી પણ નહોતી. હતી તો એને માટે જરુરી આવડતેય ક્યાં હતી ? ને છતાંય જંપલાવી દીધેલું ને એમ કરતાં કરતાં આજે અગ્યાર વરસ પુરાંય કરી નાખ્યાં ! માતૃભાષા માટેનો ધખારો તો આજેય અકબંધ છે પણ હવે એટલી તાજગી અને તત્પરતા છે

હાઈકુની હાય !!

હાઈકુની ક્યારેક જોવા મળતી દશાના અનુસંધાને કેટલુંક :   હાય હાય-કુ ૧) પાંચ અક્ષર  સાત અક્ષર, ફરી પાંચ અક્ષર ! ૨) આવડી ગયું હાઇકુ  બનાવતાં –  ‘તમને’ પણ !! ૩) સત્તરાક્ષરી વાક્યને તોડી નાખ્યું – થૈ ગ્યું હાંઇકુ !! ૪) પાંચડે પાંચ સાતડે સાત, વળી પાંચ; હમજ્યા !! ૫) નૉ શું આવડે હાય્કુ ડાબા હાથનો ખેલ; થાવા દ્યો ! —  હાઇકુવિદ ! (ફેસબુકની મારી વૉલ પરથી)

વર્ષાન્તે આરંભ : ડાયરીનું પહેલું પાનું

    श्री महादेवाय नम:                                                                                                    તા. ૩૧, ૧૨, ૧૭. રવી. આ મહાદેવ એટલે ગાંધીના હનુમાન, મહાદેવભાઈ દેસાઈ. તા. ૨૭મીએ સંકલ્પ કરવાનું સૌ વાચકોને કહ્યું તો હતું પણ આરંભ તો જાતે પોતે જ કરવાનો હોય ને. દિવ્યેશ વ્યાસે દિવ્યભાસ્કરમાં લખેલું તે અહીં મુકી દીધું પણ વરસના આ છેલ્લા દા’ડે થયું કે, લાવ

ડાયરી : ભીતરે વહેતાં જળ !

દિવ્યભાસ્કરની કૉલમ ‘સમયસંકેત’ના લેખક દિવ્યેશ વ્યાસે સારું યાદ દેવડાવ્યું. નવા વરસના પહેલા જ દીવસે જન્મેલા મહાદેવભાઈ દેસાઈને એમણે યાદ કરીને આપણ સૌને એક હોમવર્ક પકડાવ્યું છે. મહાદેવભાઈ દેસાઈને યાદ કરો એટલે ગાંધીજી પછી ‘મહાદેવભાઈની ડાયરી’ યાદ આવે. આ એક એવો ગ્રંથભંડાર છે જેનું સ્થાન જગતભરમાં માનપુર્વક સચવાયું છે. ગાંધીજીનાં જીવનકાર્યોનો એક કાળખંડ આ ડાયરીમાં શબ્દબદ્ધ થયો છે. મહાદેવભાઈને કોઈએ એ જમાનામાં ગાંધીના હનુમાન ગણાવ્યાનું યાદ છે. એમણે પરદા પાછળ રહીને ગાંધીનાં કાર્યો દુનીયાભરમાં ફેલાવ્યાં હતાં. આ નોંધોએ એ સમયનો ઈતીહાસ સાચવી રાખ્યો છે સાથે સાથે ડાયરીના સાહીત્યસ્વરુપને આપણી સમક્ષ મુક્યું છે. *****   *****   ***** પત્રલેખનની જેમ ડાયરીને પણ સર્જનાત્મક સાહીત્ય

દુટલાભાઈ ચૌધરી

એનું મુળ નામ દુટલાભાઈ. રજીસ્ટરમાં દિનકર ચૌધરી તરીકે એ નામે જ સૌ એને બોલાવતા. મારી સાથે જ મારા કૃષીવીભાગનો સહાધ્યાયી. કસાયેલું નક્કર શરીર. હાથનાં બાવડાં કે પગની પીંડીઓ જોઈએ તો અચરજ થાય. તાકાત એવી કે શ્રમકાર્યમાં કદી થાક જ ન લાગે. વાને તદ્દન શ્યા. અંધારામાં ખરે જ ન દેખાય એમ કહી શકાય. મનનો સાવ સીધો, અસ્સલ ભોળો આદીવાસી. કામથી કામ અને કરાવો તો જ વાતો કરે. પણ ક્યારેક મુડ ચડી જાય તો ધુણી ઉઠે એવું સહજ વ્યક્તીત્વ. મીત્રતા નીભાવી જાણે. મારા તરફથી ભાગ્યે જ કોઈ શરુઆત થઈ હશે પણ તેણે મને મીત્ર બનાવેલો. ભણવામાં હું આગળ પણ ક્યારેય ભણવાની બાબતે

મારી વેબસાઈટ એક વરસને અંતે –

બસ, આવતી કાલે એટલે કે લગભગ ૧૩ માસે વાચકોના પ્રેમાળ ને હુંફાળ હાથે ફેરવાયેલાં એનાં પાનાંનો સરવાળી આંકડો ૬,૦૦,૦૦૦ લાખે (શબ્દોમાં છ લાખ પુરા) પહોંચી રહ્યો છે ! સહુ વાચકો-લેખકોનો, મારા અંતઃકરણેથી ખુબ ખુબ આભાર. જય માત્રુભાષા ! જય માત્રુભાષી, જય માત્રુભુમી !! – જુગલકીશોર. (આખી પોસ્ટપબ્લીશીંગ પ્રક્રીયા મારા મોબાઈલેથી કર્યાનો આનંદ પણ વહેંચી જ લઉં !)

બે હૈયાં વચ્ચે વહેતી વાતોનું ઝરણું : “આથમણી કોરનો ઉજાસ”

– જુગલકીશોર બે બહેનપણીઓ વર્ષો પછી ભેગી થાય ત્યારે શું કરે એવા સવાલનો જવાબ સામાન્ય રીતે “ગપાટા મારે, બીજું શું ?!” એવો મળે તો નવૈ નૈં. એમાંય કૉલેજજીવન પછી છુટી ગયેલો સંબંધ ૪૮ વરસ એટલે કે અરધી સદી પછી સંધાય ત્યારે બબ્બે પેઢીઓની સાક્ષી બની ચુકેલી બહેનપણીઓ પાસે વાતો કરવા માટેની સામગ્રી કોઈએ પહોંચાડવાની જરુર ન જ હોય ને ! આવી જ એક ઘટના અમેરીકા ને યુકે વચ્ચે એ દી ઓચીંતી જ ઘટી….ભારતથી પાછાં ફરીને નયનાબહેન નામની એક વ્યક્તી પોતાના મોબાઈલમાં ભેગા થયેલા સંદેશાઓ વાંચે છે; તેમાં લખેલું પકડાય છે : “હું દેવિકા બોલું છું. જો આ ફોન નયનાનો હોય

એકાંતે ઝળકી ઉઠતાં કાવ્યો !

(શ્રી બળવંતભાઈ જાનીએ એ કવયીત્રીનો પરીચય કરાવતાંની સાથે એક જવાબદારી પણ સોંપીને કહેલું કે રેખાબહેન પટેલ ‘વિનોદિની‘નાં બે પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ (“એકાંતે ઝળક્યું મન”) પણ છપાવવા માટે તૈયાર છે; તમે એને પબ્લીશ કરવા માટેની જરુરી બધી કામગીરી કરી આપો તો એક સાથે ત્રણેય પુસ્તકોને પ્રગટ કરી શકાય. પ્રુફરીડીંગ ઉપરાંતની જરુરી અન્ય કામગીરી પણ હાથ ધરવાનો આ કાર્યક્રમ હતો તે તો ખરું જ પણ એના કરતાંય શ્રી જાની સાથેના ૧૯૭૩થી આરંભાયેલા સંબંધનેય ઉત્સવવાનો હતો ! સાથે રેખાબહેનના આ નવા ક્ષેત્રનેય પ્રીન્ટ મીડીયા દ્વારા પ્રકાશવાના કાર્યને હાથ ધરીને એક નવી કામગીરી પણ માણવાની હતી ! એમનાં કાવ્યો તો

અગીયાર દીવસનો અંધારપટ –

કભી કભી, ઐસા ભી હોતા હૈ ! નીવૃત્તીના સમયમાં આધુનીક ટૅકનોલૉજી ક્યારેક દગો દઈને આપણને સાવ જ નવરા કરી દ્યે. આવા સમયે “દોડવું ’તું ને ઢાળ મળી ગયો” કહીને છુટી પડાતુંય નથી. નીવૃત્તીના સમયમાં પણ આવી રીતે નવરા કરી મુકનાર ટૅકનોલૉજીને માફ કરી શકાતી નથી ! (વાંક જ આપણો હોય ત્યારે એમને અપયશવાનોય શો અર્થ ?) જુનાગઢે સારા પ્રસંગે કોઈને વેબસાઈટ અંગે વીગતે વાત કરતો હતો ત્યારે એણે જ જાણ કરી કે તમારી સાઈટ બંધ છે ! તે દી ઓચીંતાંનું જ ધ્યાને આવ્યું કે વાર્ષીક નાણાંવહીવટ કરવાનો રહી જવાથી વેબસાઈટ બંધ થૈ ગૈ છે !! હવે તો અમદાવાદ પોકીને નવેસરથી

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?! મહેનતનાં ખળાં તો લેવૈ ગયાં ને બેસી રહેનારાં બધું લૈ ગયાં….. કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!   અંદર હતું ના બહાર આવીયું, ભીતરને ભીતરે સડી ગયું; ગંધૈ ગંધૈને કર્યું ગોબરું….હંધું,  નક્કામું થૈ જૈ પડી રહ્યું; તાજું હતું ને વાસી થૈ ગયું… દુધડાં બગડીને છેવટ દૈં થયાં… કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!   દેનારો દૈ દૈને દુખ્ખી થતો, લેનારો સંઘરતો જાય, સંઘરો ભેગો થતો વખારમાં, એનો મુળ ધણી કરગરતો થાય; જાહોજલાલી ન રૈ કામની, કંજુસીયા – કામના નૈં રયા ! કોને રે આપ્યું, જે તમે રૈ ગયા

માતૃભાષાનાં ‘બળ’ અને ‘પ્રતાપ’ની અનોખી કહાણી : GRIDS

લક્ષ્મીજી અને “માતા સરસતી”નો સુભગ સમન્વય ! તાજેતરમાં બે આમંત્રણો મળ્યાં હતાં. બન્ને, પુસ્તકોનાં લોકાર્પણ માટેનાં હતાં. હાજર તો ન રહી શકાયું પણ બન્ને રચનાઓ મને GRIDS સંસ્થાના વડા દ્વારા જ હાથોહાથ મળી ! પુસ્તકો તો એના બાહ્ય કલેવરથી આકર્ષી ગયેલાં એટલે ઉપલક ઓળખ તો તત્કાળ કરી લીધી પણ એણે જે બીજી ઓળખ આપી તે ઉપરોક્ત સંસ્થા GRIDSની. મારી માતૃસંસ્થા લોકભારતી જ જેમની પણ માતૃસંસ્થા છે તેવા ભાઈ શ્રી પ્રતાપ પંડ્યાને આપણે સૌ ઓળખીએ જ છીએ. પુસ્તકનો પ્રચાર અને પ્રસાર એ એમની ઓળખ બની રહી છે. બીજી ઓળખ આપણા લોકવાંગ્મયના પ્રસારક શ્રી બળવંતભાઈ જાનીની ! ૧૯૭૪ આસપાસથી એમની સાથેનો સંબંધ

શબ્દ, અર્થ, ભાવ અને –

ધર્મનાં કેટલાંક વીધીવીધાનોમાં નામજપનું બહુ મહત્ત્વ ગણાયું છે. માળા ફેરવવામાં કોઈ પણ એક ઈષ્ટદેવનું નામ એકએક પારાને પસાર કરવાની સાથે લેવામાં આવતું હોય છે. આ વીધી ધીમેધીમે યંત્રવત્ બને છે અને માળાના મણકા ફરતા રહે છે. તો પછી ઉચ્ચારાતાં નામોનું શું ? માળાના મણકા એક જાતની ગણતરીનું સાધન હોઈ માળાના પારાનું પસાર થવું કોઈ નીશ્ચીત સંખ્યા સાથે સંબંધ રાખે છે એટલે નામના ઉચ્ચારો જીભને સોંપાયેલું કામ બની રહે છે અને મણકાનું ફરવું નામજપની ગણતરીનું કામ બની રહે. ઈષ્ટદેવનું નામ કે મંત્રમાંના શબ્દોને અર્થ તો હોય જ છે. એટલે નામજપ ખરેખર તો અર્થનો જપ હોવો જોઈએ, પણ સામાન્યપણે નામજપ કે જેને

‘Matrubhasha’ રજા પર….

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે. એમને તો રહેવાનું મ્હેલાતે, બંગલે, આપણ ફુટપાથ ને પછીતે ! – કોઈ હારે કોઈ જીતે. સળગ્યું લાગે છ આખું વંન ભલે, આપણાં આ ઝુંપડાં હજીય છે સલામત; એને બાળીને કાંઈ તીરથ કરાય ના, વ્હેલેરી આવશે કયામત ! બળતાં ઝુંપડાંની આગ ઓલવશે કોઈ નહીં , લખીયું વંચાય સામી ભીંતે ! – કોઈ હારે કોઈ જીતે. નાનાં ને નબળાં સૌ કોઈ કહે આપણને, માની લીધું છ એ ય આપણે, મોટાં હતાં તો કેમ માગવાને આવે છે મતવાલા આપણે જ આંગણે ?! છુટાંછવાયાં કરી દેશે આપણને પછી ભેગા થાશું ન કોઈ રીતે !

ભાઈ ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ !

શ્રી ત્રિકુભાઈએ “વાત એક સ્ત્રીની” છપાવીને મને કહી છે ! ગઈ કાલે જ ટપાલમાં મને મળી. સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ (નવલિકાઓ) છે. પ્રકાશન સ્ટોરી મિરર દ્વારા થયું છે અને કિંમત છે રુ. ૧૪૦/–. સંગ્રહના આરંભે જ લેખકે પ્રસ્તાવનારુપે પોતાના વડવાઓના પરીચય ઉપરાંત વાર્તાઓની ટુંકનોંધ પણ આપી છે. આ કુટુંબપરિચય બહુ મજાનો છે. શબ્દેશબ્દે નીરક્ષરતાના વાતાવરણની વચ્ચેથી ફુટી નીકળેલા લેખનઝરણાંનો અનુભવ વાચકને થાય છે. એમાંય તે તદ્દન નીરક્ષર પીતાજીની હોંશ અને પીત્રાઈ કાકાઓની મદદથી લેખકને મળેલી તકોની વાત મનભર છે. સાવ નીરક્ષરતાની વચ્ચે એક બાળક–કીશોરવયનાને કેટલી મુંઝવણો થઈ હશે ને જ્યારે ભણવાની તો ખરી જ ઉપરાંત સર્જન કરવાની પણ તક મળી

નીવૃત્તીની દીશામાં … … …

કેટલીક ઈબુકો પ્રકાશીત થઈ ચુકી છે તેને સાઈટ પર ચડાવવાની બાકી છે તથા છંદના કેટલાક અંકો મુકવાના બાકી છે તેટલા પુરતું માતૃભાષાને પાને કામ, ભલે સાવ ધીમી ગતીએ પણ, ચાલુ રાખવું પડે તેમ હોઈ ત્યાં સુધી લેપટોપ પર બેસવાનું થશે. બાકી હવે રસ ઘટતો જાય છે. ક્યારે…….ક કશુંક મુકવાનું થાય તોય ફેસબુકે મુકી દેવાની ગણતરી છે. વળી હજી કેટલાંક મારાં સર્જનોને ઠીકઠાક કરીને બુકરુપ આપવાનું છે તેમાં જ વ્યસ્ત થવાશે, રહેવાશે. ને ક્ષીતીજે એક મસ મોટું કામ જે મારા સ્વભાવ મુજબ અત્યંત અઘરું હોવા છતાં ગુરુજી કનુભાઈએ સોંપ્યું હોઈ તેના પર જ ધ્યાન દેવું પડે તેમ છે. આ કામ એક

રાવણદહન અને ગાંધીજયંતીની વચ્ચેના દીવસની વાત….

રાવણદહન અને ગાંધીજયંતી વચ્ચેના આજના આ દીવસે બન્નેને સાંધનારી કડી તે રામ ! એકનો મારક અને બીજાનો તારક !! રાવણે રામને બહુ મોટી પ્રસીદ્ધી અપાવી હતી. રામનું રામત્વ બીજા બહુ અંશો થકી ઓળખાયું હોવા છતાં રાવણત્વના વીનાશ નીમીત્તે તે દશેરાને ઉત્સવ બનાવી મુકનારું બની ગયું છે ! દશેરાને નોરતાની માળાનો મેરુ બનવાને બદલે એક સ્વતંત્ર ઉત્સવનીમીત્ત બનાવે છે. ગાંધીજીનું ગાંધીત્વ પણ, બીજા બહુ અંશો થકી ઓળખવાનું હોય છતાં રામનામના રટણે રામને એક અનેરું સ્થાન આપનાર છે. દાસીએ ભળાવેલું રામનામ ગાંધીને જીવનનાં એક પછી એક પગથીયાં ચડીને જગતઈતીહાસની એક ટોચ ઉપર પહોંચાડનારું બની ગયું હતું. રામને એમણે દાશરથી રામ કરતાંય એક

ભડભડ બળતો કે ખડખડ હસતો રાવણ ??!

રાવણ મરતો નથી.                                           રાવણને મારવાના અખતરા દર વર્ષે જાહેરમાં કરવામાં આવે છે. લાખ્ખો રૂપીયાનો ધુમાડો કરીને રાવણનું કરી નાખવાના ધખારામાં રાવણ, એનો ભાઈ ને એનો ગગો એમ ત્રણેયને લાઈનબંધ ઉભા રાખીને પછી એક પછી એક સળગાવવામાં આવે છે. વરસોવરસ એને બાળવાના જાહેર પ્રયત્નો થતા રહે છે ને તોય રાવણ બળતો નથી, મરતો નથી. બલ્કે અનેકગણી તાકાતથી વધતો જ જાય છે. આટલો અનીષ્ટ તો એ રામના સમયમાં પણ ન હતો. રામના સમયમાં તો એક જ રાવણ હતો. કુંભકર્ણ પણ એક જ હતો. આજે હજારો વરસના આ લાંબા ગાળા પછી તો એ ઉલટાના અગણીત થઈને રંજાડતા થયા છે. દરરોજ કેટકેટલી સીતાઓનાં અપહરણ થાય

છંદપાઠો : ૫ (યતિ–લઘુગુરુ)

NET-પિંગળ : (5)                                         આ અંકમાં : યતિ / લઘુ-ગુરુ ચર્ચા / ઇન્દ્રવજ્રા-ઉપેન્દ્રવજ્રા-અનુષ્ટુપ. (પિગળ-4માં બહુ ઉત્સાહ જોવા મળ્યો ! જે લોકો નવા જોડાયાં તેમણે તો પાછલા પાઠો પણ નોટમાં ઉતારી લીધા. કેટલાંકે તો શીખેલા છંદોમાં પંક્તિઓ રચવાની શરુઆત પણ કરી દીધી. આનંદની વાત એ છે કે એકાદ વાર ભૂલ થયા પછી છંદને સાવ શુદ્ધ સ્વરૂપે લખવામાં સૌએ ઘણી ઝડપ બતાવી છે ! છંદને ગાવાની વાત આગળ કરીને એવી પણ માંગણી આવી કે અમને ઓડિયો પર છંદ શીખવાડો ! છંદને ગાતાં શીખવાનું જરૂરી નથી

છંદપાઠો : ૪ (યતિ અંગે વધુ)

નેટપીંગળ : ૪ ગયે વખતે આપણે બે ખૂબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતિ અંગેનો.. યતિ એટલે એક પ્રકારનું અટકવું. પંક્તિ ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું એટલે અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે વિરામચિહ્નોની જેમ અટકવાનું નથી. પરંતુ મંદાક્રાંતાની પંક્તિ બોલીએ ત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ વચ્ચે અટકવાનું આવે છે,  એક નહીં પણ બે વાર : ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’માં ચાર અક્ષરો પછી અને દસમા અક્ષર પછી સહેજ અટકવાનું થાય છે. શિખરિણીમાં ‘તને મેં ઝંખી છે સતત સહરાની તરસથી’ (ઉપરનો અરધો ખંડ ઉડાડી દીધો છે).માં છઠ્ઠા અક્ષર પછી અટકવાનું અને દસમાં અક્ષર પછી

ફેસબુકની ‘દીવાલો’ પર ભાષા–સાહીત્યના પાઠો !!

ફેસબુક હવે ઘરઘરનું ને ઠેરઠેર લખાતુંવંચાતું માધ્યમ બની ગયું છે. એવો ભાગ્યે જ કોઈ વીષય હશે જે આ દીવાલો પર ચીતરાતો નહીં હોય. આ દીવાલો પર ચીત્રો, કાવ્યો, લેખો ને માહીતીભંડારો ચોટાડાતાં હોય છે. શરુમાં આ કાર્ય માટે ़ચોટાડવું॰ ક્રીયાપદ કદાચ બંધબેસતું હશે પણ હવે એવું રહ્યું નથી. ફેસબુકની દીવાલોએ અનેક વીષયો પરના જાહેર વર્ગખંડો (ક્લાસરુમો) સર્જી દીધા છે ! હવે ઝીણી નજરે જોઈશું તો અહીં કેટલીક વીદ્વત્તાભરી વીગતો પ્રગટ થઈ રહીછે. અહીં ભણાવનારાં ખુદ ભણનારાં પણ હોય છે. ન ભણવું હોય તોય કેટલાક લેખકો આપણને પરાણે ભણાવે છે ! આપણે મુકેલો કોઈ વીચાર વાચકને સામે લખવા પ્રેરે છે અને

છંદના પાઠો : ૩ (બે મહત્ત્વના છંદો મંદાક્રાંતા–શિખરિણી)

નેટપીંગળ : ૩ મંદાક્રાંતાની જેમ જ હવે એવો જ જાણીતો છંદ – શિખરિણી લઈએ : રે પંખીની- ઉપર પથરો – ફેકતા ફેંકી દીધો..  (ગયા વખતની મંદાક્રાંતાની પંક્તિ)  તમોને વીંધી ગૈ સનન, કરુણા – એ શું પ્રભુની ?  (યમાનાસાભાલા ગગણવરણોથી શિખરિણી) (આ વખતે એક ફેરફાર કર્યો છે : પંક્તિની વચ્ચે આડી લીટી આપી છે. આ આડી લીટી એ છંદની પંક્તિમાં વચ્ચે આવતી ‘યતિ’ છે જેની વિગતવાર ચર્ચા હવે પછી યથાસમયે કરીશું. બીજી પંક્તિમાં ”સનન, કરુણા-એ શું પ્રભુની” માં અલ્પ વિરામ છે તે પણ યતિ જ છે પરંતુ તે યતિ છંદની યતિ નથી તે યાદ રહે.)  બંને છંદોમાં સરખાપણું : મંદાક્રાંતા અને શિખરિણી બંને અક્ષરમેળ છંદો છે; બંનેના અક્ષરો 17 છે. બંનેમાં લઘુ અને ગુરુનાં સામટાં આવર્તનો જોવા મળે છે, જેમ

છંદના પાઠો : ૨ (‘ગણો’ અંગેની સમજ)

નેટ પીંગળ : ૨ મિત્રો ! છંદમાં ગણગણવાના છે ‘ગણો’ ! ગયા હપ્તે “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે પણ કવિતામાં ય ગણોને ગણવાના ?! ગણોની ગણના (ધ્યાન-સ્થાન અપાવું)કવિતા જેવી નાજુક બાબતમાં કરીને એની પાછી સંખ્યાની ય ગણના(ગણતરી) કરવાની ?! કવિતા જેવા મઝાના વિષયમાં આવું  ગણ ગણ કરતા રહેવું એ નકામો ગણગણાટ કરવા જેવી બાબત નથી શું ? આજના સ્વચ્છંદતાની ઉપાસનાના સમયમાં, સ્વતંત્રતાને નામે ઘણી છૂટછાટો લેવાની પરંપરા પેસી ગઈ છે અને સૌ

ઘીની વહેતી નદી વચ્ચે થીગડાં માર્યાંનો સંતોષ

સોનરંગી ઘીની રેલમછેલ ! “સ્વચ્છ રાજકારણ” જેવો એક શબ્દ હતો આપણે ત્યાં. હવે આ શબ્દ ‘રાજકારણ’ જ ગંદકીનો પર્યાય બની ગયો છે. બહુ નીરાશા વ્યાપી ગયેલી ત્યારે શીક્ષણ અને ધર્મ તરફ લોકોએ મીટ માંડી હતી. પણ શીક્ષણનેય વેપાર આભડી ગયો. પછી ધર્મ અને ન્યાયતંત્ર બાકી રહ્યા ! ધર્મના આગેવાનો સાત જન્મો સુધી જેલ ભોગવે તેવાં કરતુતો કરવા માંડ્યા !! ને છેવટે ન્યાયાલયોના દ્વારપાળોને પણ જેલ થાય તેવી બાબતો વાસ્તવ બનીને ઉભી રહી ગઈ !!!  ઘી જ નહીં પણ જીવતાં જનાવરો અને બાળકો સુધ્ધાંને વધેરી નાખવાનું કાર્ય ધર્મને નામે થતું જ રહે છે. આભ ફાટ્યું છે ને આપણે સૌ લેખો લખીલખીને

ગુજરાતી સાહિત્યના પરિષદપ્રમુખપદ માટે શ્રી બળવંતભાઈ જાનીનું નિવેદન

ખાસ નોંધ : ગુજ. સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચુંટણીના અનુસંધાને આપણા નેટજગતના મીત્ર શ્રી બળવંતભાઈ જાનીની ઉમેદવારીના ટેકામાં તેમણે જાહેર કરલું નિવેદન અહીં મૂકીને હું મારા જુના મિત્ર પ્રત્યેની ફરજ બજાવવા માગું છું…… અહીં મારે જે ધ્યાન દોરવાનું છે તે તેમના નિવેદનમાં રહેલી કેટલીક વિશેષતાઓ !  તેમણે બહુ જ મહત્ત્વનાં કાર્યો જે ખાસ તો આધુનિક સમયમાં જરૂરી ગણાય તે, આપણા ઉત્તમ સાહિત્યને ડિજિટલ કરવાની વાત ! સાથોસાથ તેમણે ભાષામાં જોડણીવ્યવસ્થાની વાત મૂકીને આપણી ગરવી ગુજરાતીમાંની અશુદ્ધિઓને દૂર કરવાની નેમ રાખી છે !!  તેમના નિવેદનમાં સૌકોઈની અને સૌના સાથની વાત છે. સામાન્ય માનવીનો વીચાર પણ તેમણે મુક્યો છે. સાહિત્ય પરિષદના મંચ પરથી

આજથી ફરી શરુ થાય છે છંદના પાઠો !!

નોંધ : મારા છંદ વીષયક લખાણો નેટગુર્જરી પર વર્ષો પહેલાં પ્રગટ થયેલાં. ત્યાર બાદ સ્ટોરી મિરર પર પણ તાજેતરમાં પ્રકાશીત થયાં હતાં. ઉપરાંત હમણાંથી ફેસબુક પરનાં સહયોગીઓ દ્વારા પણ જાણવા મળ્યું કે છંદો અંગે જાણવાની તીવ્રતા જોવા મળે છે……આના અનુસંધાનમાં આજથી આ લેખમાળા ફરી આ માતૃભાષા વેબસાઈટ પર મુકી રહ્યો છું. આશા છે તે ઉપયોગી નીવડશે. ખાસ નોંધ : આ લખાણો પરથી પ્રયોગો કરનાર સૌને શુભેચ્છા પાઠવતાંની સાથે જે કોઈ સવાલો થાય તે બાબતે ચર્ચા કરવા પણ ભલામણ છે. – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– નેટ પીંગળ : ૧ પ્રાસ્તાવિક : કવિતામાં લયનું બહુ મહત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે.એટલું જ

એક લખવા ધારેલો ખાનગી પત્ર

પ્રીય અજાણ્યા મીત્ર ! તને થશે કે અજાણ્યો તોય મીત્ર ?! ને વળી, લખવા ધારેલો – એટલે કે હજી સુધી ન લખાયેલો – ને પાછો ખાનગી એવા આ પત્રનો શો અર્થ, ખરું ને ? પણ હા. આમ જ બસ આ પત્ર લખીને મેં મનમાં ને મનમાં જ એને મુકી રાખ્યો છે. પણ ક્યારેક કશુંક એવુંય હોય છે જે મનમાં હોવા છતાં લોકો જાણી જતાં હોય છે ! કેટલુંક એવું…….ય હોય છે જે મનને સદાય રોકી રાખનારું હોય છે. વર્ષો સુધી એ સાથ છોડતું નથી. એમાં કશું ન કહેવા જેવું પણ હોતું નથી ને છતાં એ મનમાં ને મનમાં જ રહી