“રાજવીઓને તો શોભે” –

છાતી કરતાં વધતું રહે પેટ, એ ખાવાની, – ના પચાવી શકવાની – નિશાની. વિશાળતા ખપે હૃદયની સદા, – ન પેટની કદા. પેટ તો શોભે ગણપતિને, – ન ગાદીપતિને. રાજવીઓને તો શોભે – વચન પળાવતી જીભ; બધે પહોંચી વળતા પગ; સતત સહાયતત્પર હસ્ત; ને વિશેષ તો

જઠરાગ્ની–કાવ્યો (૩)

એ જઠરાગ્ની દીવ્ય ! છંદ ; ઉપજાતી (પરંપરીત) –––––––––––––––––––––––––––––––––– ભુખ્યાંજનોનો જઠરાગ્ની એક દી’ બની જશે યજ્ઞની વેદીમાં રહ્યા ભભુકતા અગ્ની સમો – ‘સમિધો’ એ માગશે, વીશ્વસમસ્તમાં છુપાં સંપત્તીઓના સહુ લૉકરોનાં !   ને યજ્ઞની ભસ્મ બધે – બધે જ હા – ફેલાવીને વીશ્વખુણેખુણે શો પાવીત્ર્યની

સાઈટ અંડર ટ્રીટમેન્ટ !!

મારી સાઈટ, નામે ‘માતૃભાષા’ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. એનાં નીદાન–ચીકીત્સા “શક્ય તેટલી ધીમી” ગતીએ ચાલી રહ્યાં છે. ખબર પુછવાવાળાં – સારુ છે કે – બહુ ઓછાં, કહો કે નહીંવત્, હોઈ એટલા પુરતું ટૅન્શન તો નથી. હાલ દરદી, દરદીના ઓર્ગેનાઈઝર અને દાગતર ખુદ પણ આળસ

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?!

જઠરાગ્ની–કાવ્ય – ૨ – જુગલકીશોર   ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?   જાગ્યો હતો એ જઠરાગ્ની ક્યારનો ! માગ્યો હતો ફક્ત અનાજ–દાણો, એયે મળ્યો ના બસ એટલે  જ વાળી દઈ રાખ, બુઝાવી દીધો ! ને  તોય એ નફ્ફટ જાગતો રહે, ક્ષણે ક્ષણે રે, કણ

“જરુર નથી, ગુજરાતી તો એની મેળે આવડી જશે !” : એક વાલી

શ્રી ગોપાલભાઈ પારેખ વાપીના સીત્તેર વટાવી ગયેલા જાગૃત નાગરીક છે. તેઓ આ ઉંમરે પણ બાળ–કીશોરોને અંગ્રેજી ભણાવે છે. કમ્પ્યુટર જાણકારને કામ અપાવે છે. જ્યારે પણ કોઈ ટહેલ નાખું ત્યારે ફુલપાંખડીરુપ આર્થીક મદદ માટે ફાળો આપવા તૈયાર હોય છે ! કેટલાય સમયથી તેઓ તુલસીના છોડનું લોકો

જઠરાગ્ની–કાવ્યો ! (૧)

“ભુખ્યાંજનોનો જઠરાગ્ની જાગીયો ?” “એતો સુતો ક્યાય હશે અભાગીયો !” “ક્યારે પ્રભુજી અવતાર ધારશે ?? ક્યારે ભુખ્યા પેટની આગ ઠારશે ? ક્યારે થશે આતમ શાંત બાપડો ? ઉધ્ધાર થાશે શું કદીય આપડો ??!” “તું રાહ જો, અગ્ની જરુર ‘લાગશે’ !!   – જુગલકીશોર (૮/૧૧/’૦૯)

‘ઉનાળો અમારા સૌનો’ : એક ખાસ લેખ !

– પ્રજ્ઞાબહેન વ્યાસ અમારા દાદા અમને સૂવડાવતી વખતે હાલરડાને બદલે તેમને આવડતી સહેલી કવિતા કે ભજન ગાતા અને અમને આ તો હજુ યાદ: ઉનાળે   ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય; પામે    વનસ્પતિ  સૌ  પાન,  કેસૂડાં  રૂડાં  ગુણવાન. સારા હોજ ફુવારા બાગ,   પ્યારા ચંદન પંખા

મીરાંબાઈનાં પદોનું રસદર્શન : (૧)

દેવિકા ધ્રુવ ભારતના સંતસાહિત્યમાં મીરાંબાઈનું સ્થાન અજોડ છે. મધ્યકાલીન ભક્તિયુગનાં આ ઉત્તમ કવયિત્રી ખરેખર તો સર્વકાલીન શ્રેષ્ઠ કવયિત્રીના આસને બિરાજે છે. સમયના ધસમસતા  પ્રવાહેતેમની રચનાઓને ક્યાંય ફેંકી દીધી નથી. એટલું જ નહિ, એને અમર બનાવી છે. પ્રેમલક્ષણા ભક્તિથી ભરપૂર તેમની પદાવલીઓના ૬ ભાગ પૈકી આજે એક-બે પદોનું રસદર્શન કરીશું. પાંચમી પદાવલીના ૧૭મા પદમાં મીરાંબાઈ કહે છેઃ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। सूली ऊपर सेज हमारी सोवण किस विध होय। गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय। घायलकी गत घायल जाणै जो कोई घायल होय। जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय। दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय। मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय। પ્રાંરંભની પંક્તિ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। માં જ ખુલ્લી કિતાબ જેવા તેમના જીવનની કહાની પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાની મિશ્રિત ભાષામાં લખાયેલ આ પદમાં નરી આર્જવતા છે, મૃદુતા છે છતાંયે ભારોભાર પ્રેમની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. એ દિવાની છે, તેનું દર્દ કોઈ ક્યાંથી જાણે?  જેની પથારી શૂળી પર થઈ હોય તેને નીંદ ક્યાંથી આવે? सूली ऊपरसेज हमारी सोवण किस विध होय। આકાશના માંડવે પિયુ સૂતો છે, મળવાનું કેવી રીતે બને? गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय પ્રશ્નોત્તરીની આ હારમાળાનાં મૂળ તેમની બાલ્યાવસ્થાના સંસ્મરણોને કેવી સહજતાથી ઉઘાડી આપે છે? બાળક મીરાંના રાજમહેલ પાસેથી એક વરઘોડો પસાર થતો હતો અને તેણે માને પૂછ્યું કે, ” આ કોણ છે અને ક્યાં જાય છે?” માએ કહ્યું , “આ તો વરરાજા

સાહીત્યકારો માટે એક વીશેષ સંપર્ક–મંડપ : “સાહિત્યસેતુ.કૉમ”

(નોંધ : શ્રી તરુણભાઈ શાહ સાથેનો પરીચય સાવ હમણાંનો જ છે. પરંતુ તેમનાં કાર્યક્ષેત્રોએ તેમની નજીક જવાનો મોકો આપ્યો છે. એમણે ઉપાડેલા એક મહત્ત્વના કાર્યને સૌ સમક્ષ મુકવાનો આનંદ છે. – જુ. ) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની આ એક વિશેષ વેબસાઈટનો પરિચય કેળવવા આપને મારું અંતરનું

“માતૃભાષા”ને અનેરો, અવર્ણનીય આવકારો !!

સ્નેહી સહયોગીઓ ! આપ સૌનો માતૃભાષાપ્રેમ મારી વેબસાઈટ “मातृभाषा–स्वान्त:सुखाय” ને એક અવર્ણનીય આનંદ આપનાર બની રહ્યો છે ! તા. ૧૩મી જાનેવારીને દીવસે આરંભાયેલી આ યાત્રા આજે ત્રણ માસ પુરા કરીને ચતુર્થ માસે પ્રવેશી રહી છે ત્યારે વાચકોનાં ટેરવાં કે જે સૌસૌના કીબોર્ડે ફરતાં ફરતાં આ

અન્યની તો એક ખામી………આપની હજાર છે !

એક પ્રતીકાવ્ય – જુગલકીશોર. (છંદ : મનહર )   જુભૈ કહે આ સમામાં ખામીભરી રચનાઓ લખનારાં કવી–કવયીત્રીઓ અપાર છે :   બગજીના શ્લોકે ખામી, પોપજીના પ્રાસે ખામી, કૃતક કવીની ખામીઓ તણો વીસ્તાર છે !   વારણની શબ્દે ખામી, વાઘજીને અર્થે ખામી, મહીષી બ્હેનીના અલંકારો તણો

નવાનદીસર પ્રાથમિક શાળાનું ઈ-મુખપત્ર “બાયોસ્કોપ“

નોંધ : શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એક પ્રેરણા આપનાર સમાચાર મોકલ્યા છે. તે બધું જ જેમનું તેમ રજુ કરું છું. – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– જ્યાં કરોડો ખરચતાં કશું નથી થતું; ત્યાં કશું થતું જ નથી.. અને જ્યાં કોઈને અપેક્ષાયે ન હોય ત્યાં જે થાય છે તેની તો

વસંતનું, “એપ્રીલ–ફુલ” નાનકું

વસંતનું, “એપ્રીલ–ફુલ” નાનકું (છંદ : ઉપજાતી પરંપરિત)    એપ્રીલનું ઉગ્યું પ્રફુલ્લ ફુલ – વસંતની તાજી વીદાયવેદના ભુલાવવા… લોક મથે વીનોદ–માર્ગે; કશા નીષ્ફળ રે પ્રયાસો !  એપ્રીલને આંગણ ચૈત્ર શું રમે ! આછી વહે મર્મરતી હવાને સંગાથ લૈ યાદ વસંત કેરી.  કાલે હવે કોઈ કરાળ કાળ–શો

સ્વ. તારક મહેતાના અનોખા બેસણાનો અહેવાલ-

નવીન બેન્કર  ‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ સિરિયલથી ઘરઘરમાં જાણીતા થઈ ગયેલા હાસ્યલેખક અને નાટ્યકાર શ્રી. તારક મહેતાના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ અર્પવા યોજાયેલા અનોખા બેસણાનો એક કાર્યક્રમ, ગુજરાત યુનિવર્સિટીના વિશાળ કોન્વોકેશન હૉલ ખાતે, તારીખ ૬ માર્ચ ૨૦૧૭ ને રવિવારે, યોજવામાં આવેલો. સ્વ. તારકભાઇના જમાઈ, લેખક

હું સાચો – તું ખોટો : (એક પ્રતીકાવ્ય)

હું જ સાચો   હું સાચો, તું ખોટો એવો ખ્યાલ જગતનો મોટો. ‘હું સાચો, હું સાચો’ એવો મુરખ કરતા ગોટો.   ગેરસમજનો દરીયો ભરીયો, સાચી સમજનો લોટો; સાચાને તો ગેરસમજથીય સમજણ–લોટો મોટો !   પોતાને સાચો સૌ માને, સામાને ક્હે ખોટો; સામાને પણ સાચો માને

ફેસબુકીય સ્મૃતીલેખ : કોયલ કે વસંત ?

પહેલું કોણ – વસંત કે કોયલ ? કુકડો બોલે તો જ સવાર પડે એવી ખાંડ કુકડાભાઈ ખાધાં કરે તો તે વાજબી ન ગણાય. ખાંડ આમેય મોંઘી ને નુકસાનકર્તા તો છે જ. એ જ રીતે, કોયલદંપતીએ પણ પોતાના સ્વરો થકી વસંત ખીલતી હોવાનો વહેમ ન રખાય.

તજ્યાં ‘સ્વજન’ને !

  બદલો !   તમે લીધું–દીધું અમે દીધુંદીધું – સરવ હતું પાસે બધુંય તે – ધરવ બહુ એનો હજુય જે !   તમે વ્હેવારોના, અમે ત્હેવારોનાં ક્ષણક્ષણ નીમીત્તો સરજીયાં ચણભણ નહીં, ના ગરજીયાં !   તમે ઉંચે ઉંચે; અમે નીચે નીચે નકરું ભુમીનું વાસ્તવ જીવ્યાં;

શ્રી અનિલ ચૌહાણ ‘માતૃભાષા’ને આંગણે !!

અનીલકુમાર ચૌહાણ (2015માં ફેસબુક પર મુકાયેલી એક સફળ પોસ્ટ આજે મારી સાઈટ માતૃભાષા પર પ્રગટ કરવાનો આનંદ અનેરો છે…..શ્રી અનિલભાઈ ચૌહાણ ફેસબુકના જાણીતા ને માનીતા લેખક છે. તેમની વર્ણનશૈલી લખાણમાંના વીષયને એકદમ સરળતાથી પ્રગટ કરી દે છે. એમના લખાણમાંનું પાત્ર કે વાતનો ભાવ/વીચાર સીધો જ

‘માતાની ભાષા’નું મુલ્ય

– જુગલકીશોર.    ‘માતૃભાષા’માં પુર્વપક્ષે માતા અને ઉત્તરપક્ષે ભાષા બીરાજમાન છે. પણ જ્યારે વાત ચર્ચાની એરણે ચડે છે ત્યારે ભાષા આગળ આવી જાય છે. ક્યારેક તો ભાષા જ એકલી ભાગ ભજવે છે; માતા બહાર રહી જાય છે. માતૃભાષા અને માતૃભુમી બંનેમાં માતા કેન્દ્રસ્થાને ગણાય. માતાની

આપણાં બાલમંદિરો

શ્રી નલીનભાઈ પંડિત આપણાં બાળકો મોટાં થઈને આપણી સાથે રહેશે કે આપણાંથી જુદાં રહેશે, આપણાં બાળકો આપણને પ્રેમ કરતાં હશે કે નફરત કરતાં હશે તે ભાવિ ભાખવું સહેલું થઈ ગયું છે. બાળ મનોવિજ્ઞાન અને દાક્તરીવિદ્યા તેમ જ શિક્ષણ અંગે થયેલાં સંશોધનોના તારણ દ્વારા એ સ્પષ્ટ

સંસ્કારવારસો

શ્રી ધનસુખભાઈ બાબુભાઇ ગોહેલ એનું આખું નામ હર્ષદ નારણદાસ ત્રિવેદી. મારો લંગોટિયો મિત્ર ને સનાતન ધર્મ વિવિધ લક્ષી હાઇ સ્કૂલમાં સાથે ભણતો. 1959/1960થી 1965/1966. હવે 1962માં અમે આઠમા ધોરણમાં હતા ત્યારે એક ફિલ્મી ગીત ખૂબ પ્રખ્યાત થયેલું. ફિલ્મ નું નામ તો હું ભૂલી ગયો છું

હવે તો બસ, આ જ વતન : હરનિશ જાની

હરનિશ જાની નોંધ : વતનને છોડ્યાં લાંબો સમય વીતી ગયા પછી પણ નવા વતનને પોતીકું ન ગણનારાંઓને હરનિશભાઈએ (એમના શબ્દોમાં કહું તો “રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય”) એક સંદેશો મોકલ્યો છે ! સૌના લાભાર્થે તે સંદેશો પ્રગટ કરવાનો આનંદ અને હરનિશભાઈનો આભાર વ્યક્ત કરું છું. –

દેવિકાબહેન અને સરયૂબહેનની રચનાઓ એક સાથે !!

      – સરયૂ પરીખ પ્રેરણા તું આવી, ને  રૂહમાં  સમાણી, એક કમનીય કવિતા લખાણી. મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી, હું ઊઠું, તો કેમ ઊઠું? નવા કાગળ કલમ મેં વસાવ્યાં, એને મધુરા કવનથી સજાવ્યાં. એ કોરા કાગળિયાની સ્યાહીને, હું ભૂંસુ, તો કેમ ભૂંસુ? મારા હૈયાના

ખાસ જણાવવાનું કે –

નેટગુર્જરીના બ્લૉગને બંધ કરીને આ નવી સાઈટ શરુ કરવામાં ભાઈ ઈશિત, ભાઈ ચીરાગ તથા અશોકભાઈ (અ.મો.)એ મને સતત મદદ કર્યા કરી છે. છતાં કેટલીય બાબતો એવી છે જેને હું જાતે જ ગોઠવવા મહેનત કરતો રહું છું….. ને છતાં કેટલુંક અધુરું જ રહી જાય છે જેને

મારો પ્રથમ ગઝલ–સંગ્રહ “ગઝલ જેવું કંઈક” જોયો ?

 (બુક ઉપર ક્લીક કરીને ખોલો……) જોયા પછી વાંચ્યો પણ હોય તો “મુલ્યાંકન જેવું કંઈક” પણ મને લખશો તો ગમશે…. મારી કહેવાતી ગઝલોનું તટસ્થ મુલ્યાંકન કરીને કોઈ એકાદ ગઝલનું (રસ/અરસ)–દર્શન પણ કરાવશો તોય આંખમાથા પર રહેશે…… હવે તો સૌએ જોયું હશે કે મારા સીવાયના કેટલાક રસીકો કાવ્યોનું

‘મોહન’ની રથયાત્રા – મારી બ્લૉગયાત્રા

મારા નવા બ્લૉગ ‘ગાંધીદર્શન’નો આરંભ મુ. નારાયણભાઈ દેસાઈના સુચનથી થયેલો. એ રથયાત્રાના દીવસે જ એમના શુભાશીર્વાદથી શરુ થયો હતો. આ પ્રસંગને મેં “ગાંધીની રથયાત્રા” રુપે ઓળખાવ્યો હતો જેને એક સોનેટ–ફોર્મેટમાં ઢાળવાનો મારો પ્રયત્ન હતો. આ કાવ્ય અહીં આજે મુકીને મારી નવી સાઈટ ઉપર ગાંધીદર્શનને નવેસરથી શરુ

બે પ્રકારની યતીઓ (છંદો શીખવા છે ? – ૪)

 – જુગલકીશોર ગયે વખતે આપણે બે ખુબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતી અંગેનો.. યતી એટલે એક પ્રકારનું અટકવું. પંક્તી ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું અલ્પવીરામ, અર્ધવીરામ વગેરે વીરામચીહ્નોની જેમ અટકવાની વાત નથી. પરંતુ

કેળવણી અંગે મનનીય લેખ !

– શ્રી ભરત નાનાભાઈ ભટ્ટ   કેળવણીના બે અવિચળ સ્તંભો કેળવણીની બે લાક્ષણિકતાઓ અંગે કેળવણીજગત સાથે સંકળાયેલ સૌનું મન સ્પષ્ટ થઈ જવું જોઈએ. પરંતુ એ બે લાક્ષણિકતાઓને સમજવા પૂર્વે કેળવણીનો અર્થ તાજો કરી લેવો જરૂરી છે. આથી દિશા સચવાઈ રહેશે તેમજ માર્ગ નિઃસંશય બનશે. કેળવણી

ઈન્ટરનેટ પર મુલ્યાંકનની વીશેષતાઓ !

– જુગલકીશોર પ્રીન્ટ મીડીયાનાં  દૈનીકોના માધ્યમથી ને સામયીકોમાંની કૉલમો દ્વારા સાહીત્યકૃતીઓનાં મુલ્યાંકનો (વીવેચનો) થતાં હોય છે તેમાં સર્જકની રચના અને વીવેચક દ્વારા થતાં મુલ્યાંકનો વાચકોને નીરાંતે બેસીને વાંચવા મળે છે. વીવેચકો પણ મુલ્યાંકનો સમય લઈને આ મહત્ત્વનું કાર્ય આટોપે છે. પરંતુ આ મુલ્યાંકનો અને મુળ