થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને રક્તદાન

– પ્રવીણભાઈ કે મકવાણા મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓ માટે  સમસ્યા વર્ણન – મારી આંગણકા શાળાના વિદ્યાર્થીને એક વાર તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે આ ભંયકર રોગના નિવારણ માટે રક્તદાન એ જ ઉકેલ છે. કારણ કે આરોગ માટે રક્ત ચડાવવું જરૂરી છે. આથી મને થયું કે

સરયૂ પરીખની એક રચના : “નિમિત્તમાત્ર”

– સરયૂ પરીખ નિમિત્તમાત્ર કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે, કરી  મદદોને માનદ મનાવે, તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. ઉપકારોની  આરતી  ઘુમાવે, આપ સોહમ્ ની મૂરત બેસાડે, તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. હું હુલામણાને હરખે પોંખાવે, ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે, તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય. ‘એની’ કરુણા, ને હું એક સાધન, સર્વ સેવામાં સહજતાનું સૌજન, તો શૂન્ય પણ અમૂલ્ય

કૃષ્ણને એની બહેનનું સંબોધન…..

નંદપુત્રી અને કૃષ્ણ ! –જુગલકીશોર.   (ઉપજાતી)   સંતાન તું આઠમું દેવકીનું. તું બાળ ના, કાળ કરાળ કંસનો ! લાગ્યો હશે શો ભય કંસને કે હણ્યા બધા અગ્રજ દેવકીના ! તું આઠમો, અંતીમ; કાલસાક્ષાત્ કંપાવતો ભાઈ-બહેન બેઉને : મામાજીનો કંપ સ્વરક્ષણાર્થે, ને બહેન  કંપે તવ રક્ષણાર્થે

રોટલી પર ચોપડવાનો પદાર્થ, ‘આવો’ ?! 

પ્રોફેસરકથા – ૯ “મારી વાત ગમે નહીં એ રીતે એની રજુઆત થઈ છે એ હું કબુલ કરું છું પરંતુ એ જ વાતનો સાર તમે સૌ ધારો છો તેવો નથી. એ વાત સૌએ સમજવા જેવી છે. ચોક્ખાઈનો બહુ આગ્રહ રાખતી મમ્મીને તો મારી વાત ગમશે જ

સ્વચ્છતાની વાત ન ગમતા વીષયો તરફ પણ લઈ જાય ત્યારે –

વર્ષો પહેલાં મેં “પરિવારે પારાવાર” શીર્ષકથી એક પ્રોફેસરકુટુંબની સળંગ કથા લખી હતી, જેના અઢાર ભાગો નેટગુર્જરી પર મુકાયેલા. આજે તેમાંનો ૮મો ભાગ એની પૂર્વભુમીકા સાથે અહીં રજુ કરું છું…..સાવરણી ગંદી ન હોય કે ન હોવી જોઈએ તે વાતના અનુસંધાને સફાઈ અને ગંદકી વચ્ચે અટવાતી એક

સાવરણી જ ગંદી હોય તો –

જંતુ મારવાની દવામાં જ જો જીવડાં રહેતાં હોય તો તો પછી આવું જ ગાવાનો વારો આવે – “जो आग लगाईथी तुमने, उसको तो बुझाया अश्कोंने; जो अश्कोंने भडकाया है उस आग को ठंडा कौन करे ?!” ઘરઘરની કેટલીક વાતો આવી હોય છે. સૌ સભ્યો વાપરતા

૫૦૦૦ વરસ ઘરડા એવા વૃદ્ધની વારતા –

કોઈ એક ગામમાં એક ડોસો રહે. ઉંમર હશે આશરે પાંચથી દસેક હજાર વરસની. દરરોજની ટેવ મુજબ હાથમાં લાકડી લઈને ધરુજતો, ધરુજતો હાલ્યો જતો હતો. ગામનું બસમથક નજીક આવતું ભાળીને એણે ઝડપ ઘટાડી. સહેજ ઉંચું જોયું તો સામેથી એક ફક્કડ ને અક્કડ એવો કોઈ શહેરી જવાન

મારી સાઈટ પર RSSમાં આપનો પ્રવેશ – છે / બાકી છે

સહયાત્રીઓ ! નેટગુર્જરીને સંકેલીને માતૃભાષા સાઈટ શરુ કર્યા પછી વાચકોનો ક્લીકાંક ફક્ત છ માસને અંતે ૨, ૬૦,૦૦૦ (બે લાખ સાઠ હજાર)ને પાર કરી ગયો છે !! આંકડાઓ જ કાંઈ બધું નથી હોતું એ જાણતે છતે આ વાત લખવાનો સંકોચ છે જ છતાં આજે કેટલુંક નીરીક્ષ્યા

વ્યક્તીસ્વાતંત્ર્ય < > વીચારસ્વાતંત્ર્ય !!!

“પડ્યા, તો કહે નમસ્કાર !” “ભુખ્યા જણના ઉપવાસ પુણ્ય ન આપે” “કાયરની સહનશીલતા અહિંસામાં ન ખપે” આ બધી વાતો એવો નીર્દેશ કરે છે કે પરાણે કરવાનું થતું કામ સ–ફળ ન હોય. કેટલાક ધર્મોમાં ધર્મ પરિવર્તનો કરાવવાનો ચાલ હોય છે. અનેક લોકો ને કુટુંબોને પોતાનો ધર્મ

મારા બે દુહા !

સરવર કાદવને કહે, હું તારા થકી કુરુપ; કમળ ખીલવી કાદવે, સરવર કીધું ચુપ !   દીવાસળી દીવો કરે, કરે જાતને ખાક; બીડી દીવો હોલવે, કરે મસાણે રાખ !! – જુગલકીશોર 

શિક્ષણ અને સમાજની અપેક્ષાઓ

સારાંશ : શિક્ષણનું કામ છે સારા માણસો બનાવીને સમાજને આપવા અને સમાજમાં નવીન વિચારસરણી દ્વારા યોગ્ય નાગરિકોનું ઘડતર કરવું. આથી જ શિક્ષણવિદ રણછોડ શાહ કહે છે કે કોઇ પણ વ્યક્તિને પોતાના સારા કામની નોંધ ગમે છે. વધુ સારા કામને પ્રોત્સાહન મળવું જોઇએ. સમાજને કંઇક પ્રદાન

કાવ્ય–પદારથ અંગે અલપઝલપ !

– જુગલકીશોર પંદર લીટરના તેલના ડબ્બામાંનું તેલ, બીજા કોઈ પહોળા મોઢાના વાસણમાં રેડાતું હોય ત્યારે તેલની જે ધાર થાય છે તે જોઈને કાવ્યનો લય સાંભરી આવે ! તેલની ધાર જેવો લય કાવ્યમાં હોય ત્યારે એને માણવાની મજા ઓર હોય છે. એ જ ધાર સહેજ ઉંચેથી

એક ગરીબનું જીવન–ચક્ર !!

– જુગલકીશોર.   શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા, ઉનાળે તાપમાં મર્યાં. દીવસોના દીવસો લગ વેઠ્યું કરીને હવે વૈતરણી આખરે તર્યાં.   છાપરાંની ચાયણીથી ગળતી રહી વેદના, ને                   મળતી રહી એક પછી એક – આપદાયું; છેવટ તો અબખે પડી ને પછી                      આંગણીયે ગોઠવાઈ છેક

ભગવાન દાદા પગી

ધનસુખ ગોહેલ   આ વખતે તો નક્કી કર્યું હતું  કે ભાવનગર જાઉં ત્યારે ભગવાન દાદાના ઘરે જવું જ ને ભગવાન દાદાને મળવું. એવામાં મારે ભાવનગર જવાનું થયું ને મને અનાયાસે ભગવાનદાદાના ઘરે જવાનો મોકો મળી ગયો. આ ભગવાનદાદા એ કોઈ નહિ પણ ૧૯૭૨માં સરદારનગર, લીલાશાહ

ભાષાશુદ્ધિ – ૫ : ચાલો શરૂઆત આપણાથી, આજે જ કરીએ !!

સાથીઓ ! આપણે વર્ષોથી એકબીજા સાથે આ નેટમાધ્યમે આપણી માતૃભાષાનાં ગીત ગાઈએ–ગવડાવીએ–સાંભળીએ–સંભળાવીએ છીએ…..આ માધ્યમનો વધુ ને વધુ ઉપયોગ આપણી પૂર્ણ પ્રામાણિકતાથી કરીને આપણા ‘ભીતર’ને સૌમાં વહેંચીએ છીએ. આપણામાંના ઘણા વ્યાકરણક્ષેત્રે જોડણી, વાક્યરચના વગેરે બાબતે તથા સાહિત્યસ્વરૂપક્ષેત્રે કાવ્ય–વાર્તા વગેરે બાબતે શક્ય તેટલી જાગૃતિ બતાવીને માતૃભાષા પ્રત્યે

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૪

નેટ પરનાં સામાજીક માધ્યમોમાં ભાષાશુદ્ધીનો આગ્રહ ?! જોડણીકોશમાંની ભુલોની બાબતના ઉહાપોહનીય પહેલાંથી પ્રીન્ટ અને દૃષ્યશ્રાવ્ય મીડીયામાં ભાષાદોષો ચલાવી લેવાનાં જે વલણો દેખાઈ રહ્યાં છે તે અંગે આગળના ત્રણ લેખોમાં આપણે કેટલીક વાત કરી. પણ આ બધી ચર્ચાઓમાં આપણે સામાજીક નેટમાધ્યમોની અરાજકતાની વાતો કરી હતી. પરંતુ

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૩

– જુગલકીશોર. કોઈની ભૂલો બતાવવામાત્રથી ભૂલો સુધરતી નથી !   ગુજરાતીભાષાની ચિંતા કરવી એક વાત છે, જ્યાં ક્યાંય ખોટું લખાતું હોય ત્યાં તેની ટીકા કરવી તે બીજી વાત છે, તે ભૂલો બતાવી આપવી તે ત્રીજી વાત છે અને તે ભૂલો સુધારી આપવી તે ચોથી બાબત

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૨

– જુગલકીશોર જોયાજાણ્યાનો અનુભવ તો કહે છે કે – ગયા લેખમાં મેં લખ્યું હતું કે “પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ (શુદ્ધ ગુજરાતી લખવાનું) લગભગ શક્ય નથી !” જોડણીકોશમાં જ જો ભૂલો હોય તો પછી કોઈ ઉપાય ખરો ? “માંઝી જો નાવ ડુબાડે,

કન્યા કેળવણી : એક શાળાઆચાર્યના અનુભવો

પ્રવીણ કે. મકવાણા વિનોબાજી કહેતા કે છોકરાઓ કરતાં પણ અધિક જ્ઞાનની જરૂર છોકરીઓને છે. કેમ કે છોકરાઓ મોટા થયા પછી મહેનતમજૂરી કરશે, અનાજની પેદાશ વધારશે, પણ છોકરીઓને તો માણસની પેદાશ વધારવી પડે છે. સ્ત્રીઓ બાળકોનો વિકાસ કરશે અને બાળકોનો વિકાસ કરશે એટલે રાષ્ટ્રનો વિકાસ સાધશે.

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૧

હા, આ કેટલીક વાતો જ છે. એને ભાષા બાબતની સહજ વાતો જ કહીશું. પણ આજે જ્યારે અચાનક એને ચર્ચાનો મુદ્દો બનાવવો પડે તેવું બની ગયું છે ત્યારે કેટલુંક પ્રગટ કરવું ખોટું નથી. (એક નોંધ : આ લખનાર છેલ્લાં દસ વરસથી નેટ ઉપર જોડણી, વાક્યરચના તથા

દુંદાળા દેવ ગણપતિ !

      ઓરડા લીંપાવો, ઓશરિયું લીંપાવો, પરથમ ગણેશર પધરાવો રે – મારા ગણેશર દુંદાળા. પૃથ્વી ફરતે ફરવાને બદલે  માતા પાર્વતીને જ ફરતા સાત આંટા મારીને જેમણે ભાઈ કાર્તિકને હરાવી દીધા એ તો ખરું જ પરંતુ એને કારણે “બધા જ શુભ પ્રસંગોમાં તારી પુજા પહેલી થશે” એવું

મીત્રોને લખેલા પત્રોના પડઘાઓનો સંગ્રહ : ‘પ્રતિભાવો’ !!

આજે ધખધખતા તાપના સમયે જ કુરીયરવાળાએ આવીને એક પાર્સલ આપ્યું. મુંબઈના આ મોટા પરબીડીયામાં સુંદર મજાનાં, આકર્ષક બીજાં બે પરબીડીયાં નીકળ્યાં ! આ બન્નેમાંના એકમાંથી સામયીક અને લેખ મળ્યાં તો બીજામાંથી નીકળી એક બુક. પણ ચોપડીને ખોલવાની જગ્યા દેખાઈ નહીં. થોડી વારે ખબર પડી કે

શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!

– જાદવજી કાનજી વોરા ચુનીલાલભાઈ અમારા ગામના એક સજ્જન માણસ. ઉંમર 65 આસપાસ.  સંપ્રદાયના સક્રિય કાર્યકર હોવાથી સંપ્રદાયના જ કામકાજ માટે કચ્છમાં ગયા હતા. રાતના દશેક વાગ્યા સુધી તો સંઘના અન્ય કાર્યકર્તાઓ સાથે સંઘ બાબત ચર્ચાઓ કરતા હતા. રાતના બે વાગ્યે ઓચિંતો દુખાવો ઊપડ્યો. ઘરગથ્થુ

અધૂરપ

— સરયૂ પરીખ અધૂરપ    મારા ભાગ્યમાં કેટલું રે સુખ ! મારી ઝોળીમાં જેટલું ઝીલી શકું. સુખ-મંજરીનો છમછમ વરસાદ, ખોળો પાથરી જે પ્રેમથી ભરી શકું. સપ્તરંગે સજેલ મેઘધનુને ઉચાટ, વધુ રંગોને મેળવું તો લાગું સમ્રાટ. સતત અંતરમાં અરજી કચવાટ, વધુ માંગણીનો તત્પર તલસાટ. સૂરજમુખી કહે

હાથનાં મોજાં – એક અવલોકન

– સુરેશ જાની આમ તો રોજ વાસણ સાફ કરતી વખતે હું રબરનાં મોજાં હાથ પર ચઢાવતો નથી. એવી બધી નજાકત તો આંગળીઓની કુમાશ માટે જાગરૂક એવી મારી દીકરીની ચીવટ ! પણ તે દીવસે મારે એ ચઢાવ્યા વીના છુટકો જ ન હતો. કામ કરતાં જમણા હાથની

ફક્ત બે જ ફકરા મોકલો અને –

નેટજગતમાં હવે ‘લખવા’નું કામ જાણે કે ડાબા હાથનો ખેલ બની ગયો હોય તેવું નથી લાગતું ? સૌ કોઈ પોતાની વાત સાવ સહેલાઈથી ને સહજ રીતે, છૂટથી મૂકી શકે છે. એટલું જ નહીં પણ જો લખાણો વધી જાય તો પછી તેની ઈ–બુક બનાવીને પ્રગટ પણ કરી

નરસી મહેતા અંગે અલપઝલપ

આદ્યકવી નરસિંહ મહેતા કેવળ એમનાં કાવ્યોથી જ નહીં પણ કાવ્યોમાંય પાછાં ખાસ તો એમનાં પરભાતીયાંથી ગુજરાતના ઘરઘરમાં જાણીતા છે. વળી એક ભક્ત તરીકે પણ એમનું માન અને સ્થાન લોકહૃદયમાં અનન્ય છે. ખાસ કરીને એમના જીવનના ચમત્કારો (એવા બનાવો કે જે સમય જતાં ચમત્કારરુપે પ્રચલીત થયા)એ

‘સર્વાનાં પ્રીય અશોક’ મોઢવાડિયાને જન્મદીવસે કાવ્ય–ભેટ !!

– જુગલકીશોર.   ત્યાં હોય ના શોક કશો– અશોક જ્યાં; જ્યાં સ્નેહને રોક ન કો’– અશોક ત્યાં.   વ્યાપાર–વિદ્યા  સહુ   સાથ સાથ હો, એ સ્થાન જો કોઈક હો, અશોક  ત્યાં.   જ્યાં  ગીરની ને  ગિરનારની બધી વાતો તણું સ્થાનક હો, અશોક ત્યાં.   કો આંગણું

દેવિકાબહેનની એક રચના : ‘હૂંફાવી ગયું કોઈ’

– જુગલકીશોર………. એક કાવ્યનો આનંદ માણીએ !! ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– હૂંફાવી ગયું કોઇ. પાંપણ વચાળે પુરાતી પ્રેમથી, નિંદરને કાલે, નસાડી ગયું કોઇ. ગુમાની મનડાને ઝીણા–શા જવરથી, ધીરેથી કાલે, હૂંફાવી ગયું કોઇ. વિચારના આગળાને માર્યાંતા તાળાં, સાંકળ રુદિયાની, ખોલાવી ગયું કોઇ. શરમના શેરડા, ગુલાલ ગાલે, છંટાવી ગયું કોઇ. દોરડી વિનાનું આ ખેંચાણ

સમયમૂર્તિ નર્મદની કવિતા

– જુગલકીશોર (મારા, ૧૯૬૭–૬૯ના અનુસ્નાતક સમયના  અભ્યાસનીબંધોમાંથી તારવીને ) અર્વાચીનકાળને આપણે જાણવો હોય તો ઇતિહાસનાં પુસ્તકોને શરણે જવાની જરૂર નથી; એ નિરસ વિષય ભલે આંકડાઓ આપીને આપણને એ સમયની માહિતીઓ આપે, પરંતુ એ કાળનું જીવતું જાગતું રૂપ જોવું હોય તો નર્મદ પાસે જવાથી સહેલાઈથી એને