our writers

‘માતૃભાષા’નાં લેખકોમાંથી જેમનો પરિચય બાકી છે તેઓ વહેલી તકે મોકલી આપે તેવી વીનંતી છે.

 

૧) લતા હિરાણી                                                                                       

  • ગુજરાત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય; આકાશવાણી અને દૂરદર્શનમાન્ય કલાકાર.
  • દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, નવચેતનમાં કૉલમલેખન.
  • કુલ ૧૪ સર્જનોમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને ગુજરાત સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો.    

––––––––––––––––––––––––––––––––––––––––––––

૨) લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર / મુળ વતન : માંડવી-(કચ્છ)

વર્તમાન : ડોમ્બીવલી – મુંબઈ / ​

કાર્યક્ષેત્રો : જી.સી ..ડી. (૧૯૬૭) કન્સલટન્ટ – એકાઉન્ટ્સ મેનેજમેન્ટ-( – કો-ઓરર્ડીનેટર)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૩) નયનાબહેન પટેલ

જન્મ-૨૪/૦૮/૧૯૪૭ અને ઉછેરસુરતમાં.

સ્કુલનું ભણતર મુખ્તવે સુરત–વડોદરા.

કોલેજ સુરત-અમદાવાદ

યુ.કે.માંવસવાટ ૧૯૬૮થી. ફેક્ટરીઓમાં (કપડાંની સિલાઈ, જોડા બનાવવાની ફેકટરી, વ.)થી શરૂ કરી સરકારી નોકરીઓ-જેમાં સામાજીક સંસ્થાઓ ફંડીંગવિભાગ, યુથવર્ક, મેડિકલ અને પત્રકારત્વ ક્ષેત્રે(ગુજરાત સમાચાર અને ભારત બહાર પ્રથમ ટી.વી ચેનલ એમએ ટીવીપર) સાથેસાથે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે હંમેશાં જોડાયેલી રહી છું (સ્ત્રીસંસ્થાનીફાઉંડરમેંમ્બરઅનેરેડીયોપ્રેઝન્ટર).

બાળપણથી વાંચનનો શોખ.

કોલેજમાં કવિતાઓ માત્ર મુંઝાતી સંવેદનાને ઠાલવવા, મારે માટે જ લખવી શરુકરી-ક્યારેય પ્રગટ કરવાની હિંમત ન કરી!

પ્રથમ વાર્તાલેખનનો પ્રયાસ અને સફળતા ૧૯૮૩/૮૪-ગુજરાતી સાહિત્ય એકાદમી તરફથી ‘અંત કે આરંભ’ને દ્વિતિય સ્થાન મળ્યું. પછી આત્મવિશ્વાસના અભાવ, સાંસારિક જવાબદારીઓ અને અન્ય પ્રવૃત્તિઓને લીધે ફરીલખવાની હિંમત કરી યુ.કેના ગુજરાતસમાચારમાં ધારાવાહિક નવલકથાથી-૨૦૧૦/૧૧. પછી ભારતનાં વિવિધ મેગેઝિનો-નવનીતસમર્પણ, મોનીટર, વિ., સામાયિકો-સંદેશ અર્ધસાપ્તાહિક, અને વેબની દુનિયામાં-રીડગુજરાતી, ફીલિંગ્સ, વેબગુર્જરી, વિ.માં પ્રવેશ કરી ડાયાસ્પોરિક વાર્તાઓ લખવી શરુ કરી. તો સાથેસાથે અમેરિકા રહેતી મિત્ર-દેવિકાધ્રુવ-સાથે પત્રશ્રેણી ચાલેછે જે પ્રકાશિત કરવા વિચાર છે-જેમાં બે અલગઅલગ દેશોની અને થોડી અંગત સ-રસ વાતો ઉજાગર કરી છે.

nijvandna.wordpress.com

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૪) નામઃ ચીમન પટેલ ‘ચમન’

મૂળ વતનઃ કૈયલ(ઉ.ગુજરાત)

હાલ વસવાતઃ હ્યુસ્ટન(USA)
અભ્યાસઃ એમ.એસ.(સિવલ) યુ.એસ.એ.
વ્યવસાયઃ હ્યુસ્ટનમાં પેટ્રોકેમીકલ કંપનીઓમાં ઘણા વર્ષો કામ કર્યુ.

હાલઃ રિટાયર્ડ

પુસ્તક પ્રકાશનઃ ‘હળવે હૈયે(હાસ્ય લેખો)

શોખઃ યોગ, ચારકોલ પેઇટીંગ, શાકભાજીની ખેતી અને ગઝલ/હઝલ લખી હાસ્ય પિરસવું.

વેબસાઈટઃ http://chimanpatel.gujaratisahityasarita.org/

અમેરિકાના નીચેના માસિકોમાં લેખો, કાવ્યો અને ગઝલો/હઝલો પ્રકાશિત થતા રહ્યા છે.
(૧)દર્પણ (૨) ગુર્જરી ડાયજેસ્ટ(૩) ગુંજન (૪) ગુંર્જરી (૫) ગુજરાત દર્પણ
(૬) સમાચાર (૭) નયા પડકાર (૮) હમલોગ(૯) નવ ગુજરાત

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૫) નામ : યામિની ગૌરાંગ વ્યાસ

જન્મતારીખ : ૧૦/૬/૧૯૬૦ / જન્મસ્થળ : નવસારી

સંક્ષિપ્ત પરિચય :

યામિની વ્યાસ બીએસસી માયક્રો બાયોલૉજીના સ્નાતક છે. હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કાવ્ય, ગઝલ ઉપરાંત નાટકોનું સર્જન કર્યું છે. લેખન ઉપરાંત અભિનયક્ષેત્રે પણ ખૂબ નામના મેળવી છે.

 ‘સ્ત્રીભૃણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા ‘જરા થોભો’ના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે.

મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા લખે છે કે યામિની વ્યાસ સુરતની સાહિત્યિકસાંસ્કૃતિક શ્રદ્ધા અને ગુજરાતની આવતીકાલની આશા છે. એ એક આદર્શ ગૃહિણી, વત્સલ માતા, વર્કિંગ વુમન, કવયિત્રી, લેખિકા, નાટ્ય અભિનેત્રી, ગરબા નિષ્ણાત અને કુશળ વક્તા છે. બધાં ક્ષેત્રોને પોતાની પૂરેપૂરી ક્ષમતા અને સૂઝથી ન્યાય આપે છે.

‘સ્ત્રીભૃણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા ‘જરા થોભો’ના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે. આ નાટિકાનું લેખન ઉપરાંત એનું મુખ્ય પાત્ર પણ એમણે ભજવ્યું છે. બળાત્કાર વિરોધી, ઘરેલું હિંસા અને એઇડ્સ વિરોધી જેવાં સમાજજાગૃતિને લગતા નાટકો લખી એના અનેક પ્રયોગો કર્યા છે.

દિલ્હી સાહિત્ય અકાદમી આયોજિત બહુભાષી રાષ્ટ્રીય કવિસંમેલનમાં ગોવા મુકામે તેઓ પોતાની કવિતાઓ પ્રસ્તુત કરી ચૂકયા છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઇ ખાતે યોજાયેલ કવિસંમેલનોમાં ભાગ લઇ ચૂક્યા છે.

પ્રકાશિત પુસ્તકો :

૧. ફૂલ પર ઝાકળના પત્રો ગઝલસંગ્રહ  ૨૦૦૯/૨. મિલીના ઘર તરફ નાટક  ૨૦૧૧/૩. પાંપણને પડછાયે ગીતસંગ્રહ  ૨૦૧૩ 

પારિતોષિકો : ‘ફૂલ પર ઝાકળના પત્રો’ને ગુજરાત સાહિત્ય પરિષદનું ‘કવિ જય’ પારિતોષિક. ‘મિલીના ઘર તરફ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક. / ‘મિલીના ઘર તરફ’ને કલાગુર્જરી દ્વારા ‘ગિરાગુર્જરી’ પારિતોષિક. / ગુજરાત સાહિત્ય પરિષદ આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં ‘મિલીના ઘર તરફ’ પ્રથમ વિજેતા.

  • ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અઅયોજિત નાટ્ય સ્પર્ધામાં‘મિલીના ઘર તરફ’ને શ્રેષ્ઠ મૌલિક સ્ક્રિપ્ટનું પારિતોષિક.
  • ‘ચિત્રલેખા–ભવન્સ’ દ્વારા આયોજિત નાટ્ય સ્પર્ધામાં‘મિલીના ઘર તરફ’ને શ્રેષ્ઠ મૌલિક સ્ક્રિપ્ટનું પારિતોષિક.
  • ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર’ દ્વારા આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં‘મિલીના ઘર તરફ’ પ્રથમ વિજેતા.

યામિની વ્યાસ દ્વારા ભજવાઇ ચૂકેલા અને વિજેતા નીવડેલા ફૂલ લેન્થ નાટકો :

મિલીના ઘર તરફ / તમે મારા દેવના દીધેલ છો / રણમાં ખીયું પારિજાત / કાઉન્ટડાઉન / વીજળીના તારે ઝૂલે જિંદગી / હરીભરી વસુંધરા / વ્હાલના વારસદાર

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૬)